મકાઇ અને વેજીટેબલ ની રોટી રેસીપી | વેજીટેબલ પરાઠા | કોર્ન વેજીટેબલ રોટી | Corn and Vegetable Roti

મકાઇ અને વેજીટેબલ ની રોટી રેસીપી | વેજીટેબલ પરાઠા | કોર્ન વેજીટેબલ રોટી | corn and vegetable roti recipe in Gujarati | with 32 amazing images.

મકાઇ અને વેજીટેબલ ની રોટીમાં પૌષ્ટિક્તા અને સ્વાદનું ખૂબ જ સરસ સંયોજન છે. અહીં મકાઇના લોટમાં વિવિધ પ્રકારની સામગ્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે જેવી કે ખમણેલી ફૂલકોબી, બટેટા, મેથીની ભાજી અને કોથમીર.

કોર્ન વેજીટેબલ રોટીને દહીં, અથાણાં અથવા તમારી મનપસંદ સબ્જી સાથે પીરસવી.

Corn and Vegetable Roti recipe In Gujarati

મકાઇ અને વેજીટેબલની રોટી રેસીપી - Corn and Vegetable Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૭ રોટી. માટે
મને બતાવો રોટી.

ઘટકો
કાર્યવાહી
    Method
  1. મકાઇનો લોટ ચાળણી વડે ચાળી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૭ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા સૂકા મકાઇના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તાજા દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.

Reviews