ચીલી બીન કસાડીયા | Chilli Bean Quesadillas

દુનિયાભરમાં બનતી વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે તેટલી આપણને પણ ગમે છે. તો પછી તમે આ મજેદાર ચીલી બીન કસાડીયા જે સાંજના નાસ્તા માટે ચહા અથવા મીલ્કશેક સાથે અતિ ઉત્તમ છે, તેને બનાવવા કોની રાહ જુઓ છો? આ મેક્સિકન વાનગી ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમને પૂરેપૂરું સંતોષ આપે એવી છે. તેનું પૂરણ તૈયાર મળતી વસ્તુઓ જેવી કે કૅન્ડ બેક્ડ બીન્સ્ અને ચીઝ વડે જલ્દી અને સહેલાઇથી બનાવી શકાય છે. તમને તો ફક્ત થોડી મિનિટો જ જોઇશે આ કસાડીયા માટેની મેંદા અને મકાઇના લોટ વડે બનતી કણિક તૈયાર કરવા. બાકીની રીત તો એવી સરળ છે કે ટુંકા સમયમાં આ સ્વાદિષ્ટ વાનગી ફટાફટ બની જશે. તેને બનાવીને તરત જ પીરસજો નહીંતર તે નરમ થઇ જશે.

Chilli Bean Quesadillas recipe In Gujarati

This recipe has been viewed 4273 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Chilli Bean Quesadillas - Read in English 


ચીલી બીન કસાડીયા - Chilli Bean Quesadillas recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪કસાડીયા માટે
મને બતાવો કસાડીયા

ઘટકો

ટૉર્ટીલા માટે
૫ ટેબલસ્પૂન મકાઇનો લોટ
૫ ટેબલસ્પૂન મેંદો
૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
મેંદો , વણવા માટે

મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૩/૪ કપ કૅન્ડ બેક્ડ બીન્સ્
૧/૨ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૧ ટેબલસ્પૂન ચીલી સૉસ
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , તળવા માટે
કાર્યવાહી
ટૉર્ટીલા માટે

    ટૉર્ટીલા માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૈયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. તૈયાર કરેલી કણિકના પણ ૪ સરખા ભાગ પાડો.
  3. કણિકના એક ભાગને ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકારમાં મેંદા વડે વણી લો.
  4. હવે વણેલા ટૉર્ટીલાના અડધા ભાગમાં પૂરણનો એક ભાગ પાથરી તેને વાળી અર્ધગોળાકાર બનાવીને હલકા હાથે દબાવીને તેની કીનારીઓ બંધ કરી લો.
  5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરીને થોડા તેલની મદદથી કસાડીયા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
  6. રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બીજા ૩ કસાડીયા તૈયાર કરો.
  7. તરત જ પીરસો.

Reviews

ચીલી બીન કસાડીયા
 on 04 Aug 17 12:02 PM
5

easy and quick