દહીં ગ્રેવીમાં પનીર કોફતા | પનીર કોફતા | Paneer Koftas in Curd Gravy

દહીં ગ્રેવીમાં પનીર કોફતા રેસીપી | પનીર કોફતા | paneer koftas in curd gravy in gujarati |

પનીર કોફતા વિશે તમે જે ક્ષણે વિચાર કરો છો તે ક્ષણે પેહલા હલ્કી ખાટી મીઠી ટમેટાંની ગ્રેવી. જ્યારે તીક્ષ્ણ ટમેટા-આધારિત ગ્રેવીના ટોચ પર આવે ત્યારે કોફતાએનો અદ્ભુત સ્વાદ આપે છે.

તમે દહીં આધારિત ગ્રેવી સાથેના આ અનોખા સંયોજનથી તમે આશ્ચર્ય ચકીત થઈ જશો! હળવા-મસાલાવાળી દહીંની ગ્રેવી ચણાના લોટની સાથે જાડી બને છે, સ્વાદ અને પોતમાં રસદાર પનીર કોફતાને ખૂબ સારી રીતે પૂરક બનાવે છે, જ્યારે લીલા વટાણા પનીર કોફતાને દહીંની ગ્રેવીને જોવામાં આકર્ષિત કરે છે.

Paneer Koftas in Curd Gravy recipe In Gujarati

This recipe has been viewed 2682 times

Paneer Koftas in Curd Gravy - Read in English 


દહીં ગ્રેવીમાં પનીર કોફતા રેસીપી - Paneer Koftas in Curd Gravy recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

દહીં ગ્રેવીમાં પનીર કોફતા બનાવવા માટે
૧ કપ બાફેલા લીલા વટાણા

પનીર કોફતા માટે
૧ કપ ખમણેલું પનીર
૧ ૧/૨ ટેબલસ્પૂન મેંદો
એક ચપટી બેકીંગ સોડા
૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

દહીંની ગ્રેવી માટે
૧/૨ કપ જેરી લીધેલું દહીં
૧ ટીસ્પૂન ચણાનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન ઘી
૧/૨ ટીસ્પૂન જીરું
૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
મીઠું, સ્વાદાનુસાર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
પનીર કોફતા બનાવવા માટે

    પનીર કોફતા બનાવવા માટે
  1. બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને બરાબર મિક્સ કરી લો.
  2. મિશ્રણને ૧૦ સમાન ભાગોમાં વહેંચો અને ગોળ બોલનો આકાર આપો.
  3. એક ઊંડી નોન-સ્ટીક કઢાંઈમાં તેલ ગરમ કરો અને એક સમયે થોડાક કોફતાને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. નીતારવા માટે ટીશ્યુ પેપર પર કાઢો અને બાજુ પર રાખો.

દહીં ગ્રેવી બનાવવા માટે

    દહીં ગ્રેવી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનોલોટ, હળદર, લાલ મરચાંનો પાવડર અને એક કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
  2. એક નોન-સ્ટીક કઢાંઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું નાખો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં દહીંનું મિશ્રણ, લીલા વટાણા, લીલા મરચાં અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. એક બાજુ રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસતાં પહેલાં કોફતાને દહીં ગ્રેવી મિક્સમાં હળવા હાથે ઉમેરો અને મધ્યમ તાપ પર બીજી મિનિટ માટે રાંધી લો.
  2. કોથમીર વડે સજાવી ગરમ પીરસો.

Reviews