કોબી અને પનીરના પરોઠા | Cabbage and Paneer Parathas

Cabbage and Paneer Parathas recipe In Gujarati

This recipe has been viewed 3732 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODતમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઇ રાંધી શકાય કારણ કે બન્ને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો તો તમને ખ્યાલ આવશે કે બન્ને વસ્તુઓનું મેળ-મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટુંક સમયમાં તૈયાર કરી શકો એવા છે. દહીં સાથે ગરમા ગરમ પરોઠા પીરસો એટલે તમારૂં જમણ તૈયાર.

કોબી અને પનીરના પરોઠા - Cabbage and Paneer Parathas recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

કણિક માટે
૧ કપ ઘઉંનો લોટ
૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું, સ્વાદાનુસાર

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૧ ૧/૪ કપ ખમણેલી કોબી
૧/૨ કપ ભૂક્કો કરેલું પનીર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
દહીં
કાર્યવાહી
કણિક માટે

  કણિક માટે
 1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરી લો. તેને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
 2. તે પછી કણિકના ૧૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. તૈયાર કરેલા પૂરણના ૫ સરખા ભાગ પાડો.
 2. કણિકના દરેક ભાગને વણીને ૧૭૫ મી. મી. (૭”) વ્યાસની ગોળાકાર રોટી થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
 3. આ વણેલી રોટી પર પૂરણનો એક ભાગ સારી રીતે પાથરી તેની પર બીજી રોટી મૂકી તેની કીનારી સરખી રીતે દબાવી લો.
 4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી વણેલા પરોઠાને, થોડા તેલની મદદથી, તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
 5. રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૪ પરોઠા તૈયાર કરો.
 6. દહીં સાથે ગરમ ગરમ પીરસો.

Reviews

કોબી અને પનીરના પરોઠા
 on 19 Jul 16 05:23 PM
5

Cabbage and Paneer in parathas...the thought itself was delicious! Made it for lunch today and everyone at home enjoyed it. Loved the green chilli teasers in the stuffing. its worth it ;)