વિગતવાર ફોટો સાથે ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી ની રેસીપી
-
જો તમને ફુદીના લસ્સી રેસીપી ગમે, તો પછી બીજા પીણા બનાવી જોઓ.
- મીઠી પંજાબી લસ્સી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | with 7 amazing images.
- ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ | mint chaas in gujarati | with amazing 14 images.
- ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati | with amazing images.
-
ફુદીના લસ્સી બનાવવા માટે, નાના મિક્સર જારમાં ફુદીનાના પાન ઉમેરો. આ ફુદીનાના પાન સાફ, ધોયલા અને મોટા મોટા સમારેલા હોવા જોઈએ, જેથી તે સરળતાથી પીસાય જાય.
-
આગળ, સંચળ (કાળુ મીઠું) ઉમેરો. આ ફુદીના લસ્સીને અનેરો, સુખદ સ્વાદ આપશે.
-
હવે મિક્સરમાં સાકર નાખો. સાકરનો આ જથ્થો મીઠી લસ્સી માટે યોગ્ય છે પરંતુ જો તમને તમારી લસ્સી ખૂબ જ મીઠી ગમે છે, તો તમે વધારે સાકર ઉમેરી શકો છો. તમે કેરી લસ્સી અને કેસર પિસ્તા લસ્સી જેવી બીજી મીઠી લસ્સીઓ પણ અજમાવી શકો છો.
-
અંતે જીરાનો પાવડર નાખો. તેમ છતાં લાગે છે કે આપણે મીઠી લસ્સીમાં રસાળ તત્વો ઉમેરી રહ્યા છીએ પરંતુ આ તે છે જે આ મીઠી ફુદીનાની લસ્સીને અન્ય વાનગીઓથી અજોડ બનાવે છે.
-
મિક્સરનું ઢાકણું બંધ કરો અને આને સેમી-સ્મૂધ પેસ્ટ મળે ત્યાં સુધી પીસી લો. સાકર હોવાના કારણે પેસ્ટ જાડું હશે. એક બાજુ રાખો.
-
ઊંડા બાઉલમાં ઘટ્ટ દહીં લો. જો દહીં ઘટ્ટ ન હોય તો, લસ્સી ખૂબ જ પાણીવાળી બનશે. ઠંડી લસ્સી માટે ઠંડુ દહીં વાપરો અથવા જો તમે ઓરડાના તાપમાનું દહીં વાપરી રહ્યા હોવ તો પીરસાય ત્યાં સુધી રેફ્રિજરેટર કરો.
-
દહીં સુંવાળુ થાય ત્યાં સુધી જેરી લો.
-
હવે આમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. તે માત્ર એક સુખદ લીલો સ્વાદ જ નહીં આપશે, પરંતુ એક સુંદર મીઠો મિન્ટિ સ્વાદ પણ આપશે.
-
દહીંમાં પેસ્ટ યોગ્ય રીતે સમાવિષ્ટ થાય ત્યાં સુધી ફરીથી જેરી લો.
-
અધિકૃત લાગણી આપવા માટે, માટીના ગ્લાસમાં લસ્સી રેડવું.
-
ફુદીનાના પાનથી ગાર્નિશ કરો.
-
પિંડી છોલે અને ભટુરે સાથે પ્રમાણિક પંજાબી ભોજન સાથે પીરસો.