કોર્ન અને સેલેરિ ચાવડર ની રેસીપી | Corn and Celery Chowder

એક અતિ ઉત્તમ અંગ્રેજી સૂપ જે તમારી ઇન્દ્રિયોને સતેજ કરી નાખશે. ચાવડર શબ્દ મૂળ તો ઇગ્લંડના માછીમારો પોતાની જાળી જ્યારે પાણીમાં ફેંકી માછલા પકડીને એક પાત્રમાં ભેગા કરી તેમાં વિવિધ સામગ્રી મેળવીને જે સૂપ તૈયાર કરે તેને કહેવાય છે. આજે તો આ ચાવડર સૂપ અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં પ્રખ્યાત છે. અમે અહીં આ સૂપનો શાકાહારી રૂપમાં મકાઇ, સેલેરિ અને અલગ-અલગ શાકભાજી મેળવી, તેને સફેદ મલાઇદાર, સ્વાદિષ્ટ અને આકર્ષક બનાવ્યું છે.

Corn and Celery Chowder recipe In Gujarati

This recipe has been viewed 3993 times

Corn and Celery Chowder - Read in English 


કોર્ન અને સેલેરિ ચાવડર ની રેસીપી - Corn and Celery Chowder recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫માત્રા માટે

ઘટકો

સફેદ સ્ટૉક માટે
૫ ટેબલસ્પૂન સમારેલી દૂધી
૫ ટેબલસ્પૂન સમારેલા બટાટા
૫ ટેબલસ્પૂન સમારેલા કાંદા
૧/૪ કપ સમારેલી કોબી

બીજી જરૂરી વસ્તુઓ
૧ ટેબલસ્પૂન માખણ
૧/૪ કપ સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણી સમારેલી સેલેરિ
૨ ટેબલસ્પૂન મેંદો
૧ કપ દૂધ
૩/૪ કપ રાંધેલા મકાઇના દાણા
મીઠું અને મરી , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન સમારેલી સેલેરિ
૨ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
કાર્યવાહી
સફેદ સ્ટૉક માટે

    સફેદ સ્ટૉક માટે
  1. એક ઊંડા પૅનમાં બધી શાકભાજી સાથે ૪ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૨૦ મિનિટ સુધી બાફી ઠંડા થવા બાજુ પર રાખો.
  2. તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી ગરણીથી ગાળી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં કાંદા અને સેલેરિ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં મેંદો મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.
  3. તે પછી તેમાં તૈયાર કરેલું સફેદ સ્ટૉક અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
  4. છેલ્લે તેમાં મકાઇ, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ મિનિટ સુધી રાંધી લો.
  5. સેલેરિ અને ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews