You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > બેકિંગ રહિત ડૅઝર્ટસ્ રેસિપિ > માલપુઆ માલપુઆ | Malpua Recipe ( Quick Shallow Fried ) તરલા દલાલ ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે. Post A comment 20 May 2020 This recipe has been viewed 32358 times मालपुआ - हिन्दी में पढ़ें - Malpua Recipe ( Quick Shallow Fried ) In Hindi Malpua Recipe ( Quick Shallow Fried ) - Read in English Malpuas Video માલપુઆ - Malpua Recipe ( Quick Shallow Fried ) in Gujarati Tags પરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝબેકિંગ રહિત ડૅઝર્ટસ્ રેસિપિકરવા ચૌથ માટેદશેરાતવો વેજબાળકો માટે મીઠી વાનગીઓકિટ્ટી પાર્ટી માટે મીઠાઈની રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૮માલપુઆ. માટે મને બતાવો માલપુઆ. ઘટકો ૪ ટેબલસ્પૂન મેંદો૧/૨ કપ ફ્રેશ ક્રીમ ઘી , ચોપડવા અને તળવા માટેસાકરની ચાસણી માટે૩/૪ કપ સાકર૨ ટીસ્પૂન ગુલાબ જળ ૨ ચપટીભર કેસર , ૨ ટીસ્પૂન દૂધમાં ઓગાળેલીસજાવવા માટે૧ ટેબલસ્પૂન બદામની કાતરી૧ ટેબલસ્પૂન પીસ્તાની કાતરી કાર્યવાહી સાકરની ચાસણી માટેસાકરની ચાસણી માટેએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ૩/૪ કપ પાણીમાં સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર બરોબર ઓગળીને ૧ તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી રાંધી લો.તે પછી તેમા ગુલાબ જળ મેળવી તાપ બંધ કરી દો.તે પછી તેમાં કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક બાઉલમાં મેંદો અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં ઘી ચોપડી લો. તેની ઉપર થોડું તૈયાર કરેલું ખીરૂ રેડીને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં એકસમાન પાથરી લો.તેને થોડા ઘી વડે તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.આમ તૈયાર થયેલા માલપુઆને સાકરની ચાસણીમાં ડુબાળી લો.આ જ પ્રમાણે બાકીના ખીરા વડે બીજા ૭ માલપુઆ તૈયાર કરી બદામ અને પીસ્તાની ચીરી વડે સજાવીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન