You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > અર્ધ સૂકા શાક > મસાલાવાળા તુરીયા ની રેસીપી મસાલાવાળા તુરીયા ની રેસીપી | Masale Wali Turai, Turai ki Sabzi તરલા દલાલ કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય. તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે તેની આ ખાસિયતો દૂર કરી છે. તેમાં ટમેટાના પલ્પની સાથે વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે, જેથી આ મસાલાવાળા તુરીયાની ભાજી તમે ઝટપટ અને સરળ રીતે બનાવી શકો અને તમારા ઘરમાં બનતી અન્ય વાનગીઓની સૂચિમાં તેનો ઉમેરો કરી શકો. બીજા પૌષ્ટિક શાક પણ અજમાવો જેમ કે તાજી મશરૂમની કરી અને પાલક ચણાની દાળ . Post A comment 23 Aug 2020 This recipe has been viewed 8895 times तुरई की सब्जी | मसालेवाली तुरई रेसिपी | पौष्टिक तोरई की सब्जी | - हिन्दी में पढ़ें - Masale Wali Turai, Turai ki Sabzi In Hindi masale wali turai recipe | turai ki sabzi | healthy turai ki bhaji | ridge gourd vegetable | - Read in English મસાલાવાળા તુરીયા ની રેસીપી - Masale Wali Turai, Turai ki Sabzi recipe in Gujarati Tags અર્ધ સૂકા શાકલૉ કૅલરી શાકનૉન-સ્ટીક કઢાઇઝટ-પટ શાકપૌષ્ટિક શાકની રેસીપીલો કાર્બ ડાઇઅટ રેસીપીસ્વસ્થ હૃદય માટે સબઝી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૩ મિનિટ   કુલ સમય : ૨૮ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ જાડી સ્લાઇસ કરેલા તુરીયા૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૨ કપ સમારેલા કાંદા૧/૨ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન ખમણેલું આદૂ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ૩/૪ કપ તાજું ટમેટાનું પલ્પ૧ ૧/૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર૧ ટીસ્પૂન મરચાં પાવડર૧ ટીસ્પૂન આમચૂર મીઠું , સ્વાદાનુસારસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં હળદર, આદૂ, લીલા મરચાં અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, મરચાં પાવડર અને આમચૂર પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં તુરીયા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી અથવા તુરીયા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન