મિક્સ દાળ ની રેસીપી | Mixed Dal

તીખાશ વગર પણ દાળનો સ્વાદ મસ્ત મજેદાર બની શકે છે તેની સાબીતી છે આ મિક્સ દાળ. ત્રણ પ્રકારની દાળનું સંયોજન અને તે ઉપરાંત ટમેટા, કાંદા અને બીજી વસ્તુઓ વડે આ દાળની ખુશ્બુ તમે માની ન શકો એવી મજેદાર બને છે. તીખાશવાળી વસ્તુથી શરીરમાં એસિડીટી વધે છે, પણ આ દાળમાં ફક્ત નામ પૂરતા લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. આમ આ દાળમાં મરચાં સિવાય આદૂ, કોથમીર અને જીરાની અસર તમારી સ્વાદેન્દ્રિયને જરૂર ગમી જાય એવી બનાવે છે.

Mixed Dal recipe In Gujarati

This recipe has been viewed 7569 times



મિક્સ દાળ ની રેસીપી - Mixed Dal recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ
૧ ટેબલસ્પૂન મસૂરની દાળ
૧ ટેબલસ્પૂન અડદની દાળ
૧/૨ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૪ કપ સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન સમારેલું આદૂ
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. પ્રેશર કુકરમાં બધી દાળ, હળદર, મીઠું અને ૧ કપ પાણી મેળવી કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં જીરૂ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં કાંદા, લીલા મરચાં અને આદૂ મેળવી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તે પછી તેમાં રાંધેલી દાળ, ૧/૨ કપ પાણી, કોથમીર અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. ગરમા-ગરમ પીરસો.

Reviews