મ્યુસલી | Muesli ( Healthy Breakfast)

અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દૂધ ઉમેરી ખાઇ શકો છો.

Muesli (  Healthy Breakfast) recipe In Gujarati

મ્યુસલી - Muesli ( Healthy Breakfast) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્
૧ ટેબલસ્પૂન સમારેલા અખરોટ
૧ ટેબલસ્પૂન સમારેલી બદામ
૧/૪ ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ
૩ ટેબલસ્પૂન કિસમિસ

પીરસવા માટે
૩ કપ ઠંડું લૉ ફેટ દૂધ
૧ કપ સમારેલા સફરજન
૧ કપ સમારેલા કેળા
૩ ટીસ્પૂન સાકર
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનમાં ઓટસ્, અખરાટ અને બદામ ભેગી કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી શેકી લો.
  2. એકદમ ઠંડું થવા દો. હવે તેમાં વેનિલાનું ઍસન્સ અને કિસમિસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને એક હવાબંધ ડબ્બામાં ભરી દો.
  3. પીરસવાના સમયે, ૧/૪ ભાગની મ્યુસલી એક બાઉલમાં કાઢી, તેમા ૧/૪ કપ સફરજન, ૧/૪ કપ કેળા અને ૩/૪ ટીસ્પૂન સાકર ઉમેરો.
  4. તેમાં ૩/૪ કપ દૂધ રેડી સારી રીતે મિક્સ કરી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે, બાકીના ૩ સર્વિંગ બનાવી લો.
  6. તરત જ પીરસો.
Nutrient values એક સર્વિંગ માટે

ઊર્જા
૨૭૬ કૅલરી
પ્રોટીન
૯.૯ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૪૪.૫ ગ્રામ
ચરબી
૪.૫ ગ્રામ
ફાઇબર
૩.૦ ગ્રામ
કૅલ્શિયમ
૨૬૨.૭ મીલીગ્રામ
લોહતત્વ
૧.૯ મીલીગ્રામ

Reviews