મસાલેદાર ચોળા ની રેસીપી | Masala Chawli

શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.

Masala Chawli recipe In Gujarati

This recipe has been viewed 4398 times

मसाला चवली - हिन्दी में पढ़ें - Masala Chawli In Hindi 
Masala Chawli - Read in English 


મસાલેદાર ચોળા ની રેસીપી - Masala Chawli recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  રાત્રભર   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે

ઘટકો
૧/૨ કપ ચોળા , આગલી રાત્રે પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ તાજું ટમેટાનું પલ્પ
૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી
૧/૪ ટીસ્પૂન હળદર

પીસીને ફૂદીનાની સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (પાણીનો ઉપયોગ ન કરવો)
૩/૪ કપ સમારેલા ફૂદીનાના પાન , ધોઇને નીતારી લીધેલા
૧ ટીસ્પૂન સમારેલું આદૂ
૨ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
    Method
  1. પ્રેશર કુકરના વાસણમાં ૧ કપ પાણી સાથે ચોળા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી બાફી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. અંદરનું પાણી ફેંકી ન દેતા, બાજુ પર રાખો.
  3. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ટમેટાનું પલ્પ, કસૂરી મેથી, હળદર અને થોડું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં બાફેલો ચોળા (તેના બાજુ પર રાખેલા પાણી સાથે) અને ફૂદીનાની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
  6. ગરમા-ગરમ પીરસો.

Reviews