કેસર પીસ્તા બિસ્કિટ | Kesar Pista Biscuits, Kesar Pista Badam Biscuit

કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની સમૃધ્ધ વાનગી છે, જેમાં શાહી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે, જ્યારે વિવિધ મસાલાના પાવડર તેને ભવ્ય ખુશ્બુ આપે છે. કણિકમાં મેવાના ટુકડા બરોબર રહે તે માટે કણિકને વણતી વખતે હલકા હાથે વણવી જેથી બિસ્કિટના પડ પાતળા ન બને અને સાથે સાથે મેવાના ટુકડા તેમાં ચીટકી રહે. આ બિસ્કિટને ઇચ્છીત રૂપ અને રંગ મળે તે માટે તેને લગભગ ૧૫ મિનિટ બેક કરી લેવા. જ્યારે ઑવનમાંથી બિસ્કિટ બહાર કાઢશો, ત્યારે તમને લાગશે કે તે થોડા નરમ છે પણ જ્યારે આ કેસર પીસ્તા બિસ્કિટ ઠંડા થશે ત્યારે આપોઆપ કરકરા બની જશે. આવા મજેદાર બિસ્કિટ તમારા કુંટુંબીજનોને તો ગમશે અને તમને પણ કોઇ ખાસ પ્રસંગે જેવા કે દીવાળી કે રક્ષાબંધન જેવા તહેવારોમાં ભેટ આપવા માટે બનાવવાની પણ ઇચ્છા થઇ જશે.

Kesar Pista Biscuits, Kesar Pista Badam Biscuit recipe In Gujarati

This recipe has been viewed 5192 times



કેસર પીસ્તા બિસ્કિટ - Kesar Pista Biscuits, Kesar Pista Badam Biscuit recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦˚ સે (૩૬૦˚ ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨૪બિસ્કિટ માટે

ઘટકો
૧/૪ ટીસ્પૂન કેસરના રેસા
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પીસ્તા
૧ ટીસ્પૂન હુંફાળું દૂધ
૧/૪ કપ ઘી
૫ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
એક ચપટીભર જાયફળ પાવડર
૩/૪ કપ મેંદો
૫ ટીસ્પૂન દૂધ
મેંદો , વણવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ
કાર્યવાહી
    Method
  1. એક નાના બાઉલમાં કેસર અને હુંફાળું દૂધ સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક ઊંડા બાઉલમાં ઘી અને સાકર મિક્સ કરી ચપટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો.
  3. હવે આ મિશ્રણમાં કેસર-દૂધનું મિશ્રણ, એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને તેને ચપટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો.
  4. તે પછી તેમાં મેંદો અને દૂધ મેળવી સારી રીતે ગુંદીને નરમ કણિક તૈયાર કરો.
  5. આ કણિકના બે સરખા ભાગ પાડો.
  6. એક ભાગને ૧૨૫ મી. મી. (૫”) x ૧૫૦ મી. મી. (૬”)ના લંબચોરસમાં સૂકા મેંદાના લોટની મદદથી વણી લો.
  7. હવે તેની પર પીસ્તા અને બદામની કાતરી સરખી રીતે પાથરી ફરીથી હલકા હાથે વણી લો જેથી તે કણિકમાં સારી રીતે ચોંટી જાય.
  8. આ વણેલા ભાગને ચપ્પુ કે કુકી કટર વડે ૨૫ મી. મી. (૧”) x ૨૫ મી. મી. (૧”) ના ચોરસ ટુકડા પાડી લો.
  9. રીત ક્રમાંક ૬ થી ૮ મુજબ બીજા ભાગના પણ વધુ બિસ્કિટ બનાવી લો.
  10. હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦˚સે (૩૬૦˚ ફે) તાપમાન પર તેને ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
  11. તે પછી બિસ્કિટને ઠંડા પાડી હવાબંધ બરણીમાં ભરી લો અને જ્યારે મન થાય ત્યારે ખાઇને આનંદ માણો.

Reviews