બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી | ભારતીય બેકડ બીન્સ ડીપ | ડીપ રેસીપી | Baked Beans and Spring Onion Dip, Baked Beans Dip

બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી | ભારતીય બેકડ બીન્સ ડીપ | ડીપ રેસીપી | baked beans and spring onion dip in Gujarati | with 19 amazing images.

ચીપ્સ્ અને ડીપ્સ્ એટલે બરણી અને ઢાંકણા જેવો સબંધ. બન્ને સંપૂર્ણપણે મળતા હોવા જોઇએ.

બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ એક ખાટું અને સ્વાદિષ્ટ ડીપ છે જેને ખાટા-મીઠા બેક્ડ બીન્સ, કરકરા સિમલા મરચાં અને ખુશ્બુદાર લીલા કાંદાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ ભારતીય બેકડ બીન્સ ડીપ કોઇપણ કરકરા ચીપ્સ્ સાથે મજેદાર જોડી બનાવે છે.

Baked Beans and Spring Onion Dip, Baked Beans Dip recipe In Gujarati

બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી - Baked Beans and Spring Onion Dip, Baked Beans Dip recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ ૧/૨ કપ કૅન્ડ બેક્ડ બીન્સ્
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
૧/૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૪ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ખમણેલું ચીઝ

પીરસવા માટે
ચીપ્સ્
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ અને લીલો ભાગ અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં બેક્ડ બીન્સ્, મરચાં પાવડર, ટમૅટો કેચપ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તેને ચીઝ વડે સજાવીને તમારી મનપસંદ ચીપ્સ્ સાથે તરત જ પીરસો.

Reviews