છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત | Chaas, Buttermilk Recipe, Salted Chaas Recipe

છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત | chaas recipe in gujarati | with 12 amazing images.

સૌથી વધુ લોકપ્રિય ભારતીય પીણું, છાશ રેસીપી અથવા સાદી છાશ રેસીપી જેને ભારતની બહાર સાદી ભારતીય છાશ કહેવામાં આવે છે. સાદી છાશ દહી, પાણી અને મીઠુંમાંથી બનાવવામાં આવે છે. તેને ભારતીય સ્વાદ આપવા માટે આપણે જીરું અને થોડોક મસાલાનો ઉમેરો કર્યો છે.

ઉનાળાની ગરમ બપોરમાં ઠંડી કરેલી છાશ પીરસો અને તમારા કુટુંબના ઉર્જા સ્તરો તરત જ વધતા જતા જોશો. એ નોંધવું સારું છે કે સાદી છાશ પાચનમાં પણ મદદ કરે છે. જો કે, યાદ રાખો કે આ એક ડે-ડ્રિંક વધુ છે. છાશ મૂળરૂપે એક દહીં આધારિત ડ્રિંક છે જે તમારી સિસ્ટમને અંદરથી ઠંડુ કરે છે. મૂળભૂત રીતે સાદી છાશ ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ પ્રખ્યાત છે.

Chaas, Buttermilk Recipe, Salted Chaas Recipe In Gujarati

This recipe has been viewed 7348 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

छाछ रेसिपी | सादा छाछ | सादा भारतीय चास की रेसिपी | - हिन्दी में पढ़ें - Chaas, Buttermilk Recipe, Salted Chaas Recipe In Hindi 


છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત - Chaas, Buttermilk Recipe, Salted Chaas Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

છાશ માટે
૨ કપ તાજું દહીં , જેરી લીધેલું
૧ ટીસ્પૂન જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન સંચળ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન જીરું
એક ચપટી હીંગ

છાશને સજાવવા માટે
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
છાશ બનાવવા માટે

    છાશ બનાવવા માટે
  1. છાશ બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહીં, જીરા પાવડર, આદુ-લીલા મરચાંની પેસ્ટ, સંચળ અને મીઠાને ભેગુ કરો, બરાબર મિક્સ કરી લો.
  2. ૪ કપ ઠંડુ પાણી નાંખો અને જેરી લો. એક બાજુ રાખો.
  3. વધાર માટે, એક નાના પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ નાખો અને છાશ ઉપર વધારને રેડી દો.
  5. કોથમીરથી સજાવવીને છાશને પીરસો.
વિગતવાર ફોટો સાથે છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત

ઘરે વધારવાળી છાશ બનાવવા માટે

  1. છાશ રેસીપી બનાવવા માટે | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત | chaas recipe in gujarati | એક ઊંડા બાઉલમાં ૨ કપ તાજું દહીં લો અને તેને જેરી લો. આ મિશ્રણ ને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. અમે છાશ રેસીપી માટે ઘરે બનાવેલા દહીંનો ઉપયોગ કર્યો છે. ઘણા લોકોને દૂધનું દહીં બન્યુ નથી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અથવા દહીં ખાટી અને સ્ટીકી થઈ જાય છે, જેથી તમે જાડા અને ક્રીમી ફ્રેશ હોમમેઇડ દહીંને કેવી રીતે ઘરે દહીં બનાવવી તેની રેસિપિ વિડિઓનો સંદર્ભ લઈ શકો છો.
  2. તેમાં જીરું પાવડર નાખો. જીરુંને થોડું શેકવાથી પાઉડર બનાવતા પહેલા સ્વાદ વધે છે.
  3. આદુ-લીલા મરચાંની પેસ્ટ ઉમેરો. તમે થોડી વધુ સામગ્રી ઉમેરીને મસાલેદાર છાશ બનાવી શકો છો.
  4. ઊંડા બાઉલમાં સંચળ અને મીઠું નાખો. જો તમારી પાસે ન હોય તો તમે તે જ છોડી શકો છો.
  5. ખૂબ જ સારી રીતે બધું મિક્સ કરો.
  6. ૪ કપ ઠંડુ પાણી નાંખો અને હ્વિસ્ક કરી લો. એક બાજુ રાખો. જો ઠંડુ પાણી ન હોય તો ઠંડુ છાશ બનાવવા માટે બરફના ટુકડાનો ઉપયોગ કરો. છાશ એ ભારતમાં લોકપ્રિય ઉનાળોનુ કૂલર છે.
  7. છાશના વધાર માટે, એક નાના પેનમાં તેલ ગરમ કરો. છાશને વધાર આપવી એ એક જુની પ્રથા છે. જો તમને તે ગમતું નથી તો તે કરવાનું છોડી દો.
  8. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખો.
  9. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ નાખો. આદુ, કડી પત્તા, વરિયાળી એ છાશનો સ્વાદ વધારવા માટે વધારમાં ઉમેરવામાં આવતી કેટલીક અન્ય લોકપ્રિય સામગ્રી છે.
  10. છાશ | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત | chaas recipe in gujarati | ઉપર વધારને રેડી દો.
  11. સારી રીતે ભેળવી દો.
  12. સાદી છાશ ને | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત | chaas recipe in gujarati | ઠંડી પીરસો. કોથમીર વડે સજાવી લો.

છાશ માટે ટિપ્સ

  1. અમે શ્રેષ્ઠ પોત અને સ્વાદ માટે ફૂલ ફેટ દહીંનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ.
  2. આરોગ્ય પ્રત્યે સભાન, ફૂલ ફેટ દહીંને લો ફેટ દહીંથી બદલી શકે છે.
  3. સુશોભન માટે કોથમીરને સમારેલા ફુદીનાથી બદલી શકાય છે.
  4. સંચળને છાસના મસાલાથી બદલી શકાય છે જે બજારમાં સરળતાથી મળી રહે છે.

Reviews

છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત
 on 10 May 21 05:21 AM
5

Tarla Dalal
10 May 21 02:00 PM
   Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved.