પાલક, કેલ અને સફરજનનું જ્યુસ | Palak Kale and Apple Juice, Kale Spinach Apple Juice

કેલ એવી ચીજ છે જે નિષ્ણાતો દ્વારા જણાવ્યા મુજબ સૌથી વધુ પોષક તત્વો ધરાવે છે. અને ખાસ જ્યારે તમે તેને નાના પાદંડાવાળા પસંદ કરો ત્યારે સ્વાદિષ્ટ પણ લાગે છે. મોઢામાં પાણી છુટે, એવા સ્વાદવાળું પાલક, કેલ અને સફરજનનું જ્યુસ અમે અહીં ખૂબ જ સંતુલિત સ્વાદ અને સરસ મજાની રચનાવાળુ રજૂ કર્યું છે, જે લોહ, વિટામીન-સી અને ફાઇબરથી સમૃધ્ધ છે અને વધારે વજન ધરાવનારા માટે પૌષ્ટિક પણ છે. અહીં જ્યુસને ગાળવામાં નથી આવ્યું તેથી તેના બધા ફાઇબર તેમાં જળવાઇ રહે છે અને તેથી આ જ્યુસ તમને તૃપ્ત કરાવે એવું તૈયાર થાય છે. સફરજન તથા મધની મીઠાસ હોવાથી આ જ્યુસમાં ખાંડની જરૂરત જ નથી પડતી.

Palak Kale and Apple Juice, Kale Spinach Apple Juice recipe In Gujarati

પાલક, કેલ અને સફરજનનું જ્યુસ - Palak Kale and Apple Juice, Kale Spinach Apple Juice recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
૨ કપ સમારેલી પાલક , ધોઇને નીતારેલી
૧ કપ કેલ , ટુકડા કરીને ધોઇને નીતારેલી
૧ કપ દૂધીના ટુકડા
૧/૪ કપ સમારેલા આમળા
૧ કપ લીલા સફરજનના ટુકડા (છોલ્યા વગરના)
૧ ટેબલસ્પૂન મધ
કાર્યવાહી
    Method
  1. મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં ૨ કપ ઠંડું પાણી મેળવી પીસીને સુંવાળું જ્યુસ તૈયાર કરો.
  2. આમ તૈયાર થયેલા જ્યુસને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  3. તે પછી તેને લગભગ ૧ કલાક ફ્રીજમાં રાખી ઠંડું પીરસો.
વિગતવાર ફોટો સાથે પાલક, કેલ અને સફરજનનું જ્યુસ ની રેસીપી

પાલક, કેલ અને સફરજનનું જ્યુસ બનાવવા માટે

  1. પાલક, કેલ અને સફરજનનું જ્યુસ બનાવવા માટે, પાલકનો મધ્યમ ગુચ્છો સાફ કરી ધોઇ લો. પાલક ડાયાબિટીસ- ફ્રેન્ડ્લી છે અને ઇન્સ્યુલિન ઓછું કરવામાં મદદ કરે છે.
  2. પાણીને નીતારી લો અને પાલક ને મોટી મોટી સમારીલો. એક બાજુ રાખો.
  3. કેલના ૧૨ થી ૧૫ પાંદડા સાફ કરી ધોઇ લો. કેલ એ એન્ટીઑકિસડન્ટ, પોટેશિયમ, વિટામિન સી, વગેરેથી ભરેલું સુપરફૂડ છે પાણીને નીતારી લો અને તમારા હાથનો ઉપયોગ કરીને ટુકડા કરી નાખો. એક બાજુ રાખો.
  4. દૂધીને ધોઈ લો. પછી તેની છાલ કાઢી ટુકડામાં કાપીને એક બાજુ રાખો. દૂધી એ કુદરતી શીતક છે અને શરીરની ગરમી ઓછી કરે છે. દૂધી જ્યુસ એ શરીરમાં પાણીની માત્રાને ફરી ભરવા માટે એક આદર્શ પીણું પણ છે.
  5. આમળાને સાફ કરીને ધોઈ લો. આમળામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.
  6. આમળાને ક્યુબ્સ અથવા ટુકડાઓમાં કાપી લો.
  7. લીલા સફરજને ધોવા અને ટુકડામાં કાપી લો. અમે સફરજની ત્વચાને છોલતા નથી, પણ, જો તમે ઇચ્છો તો તમે ત્વચાને કાઢી શકો છો. ત્વચામાં ફાઇબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
  8. મિક્સરની જારમાં પાલકનાં પાન લો.
  9. સાથે, કેલના પાંદડા ઉમેરો.
  10. હવે તેમાં દૂધીના ટુકડા ઉમેરો.
  11. અંતમાં, આમળા ઉમેરો.
  12. લીલા સફરજનના ટુકડા ઉમેરો.
  13. થોડી મીઠાશ ઉમેરવા માટે, અમે મધ નાખીએ છીએ. તમને ન ગમતું હોય તો તમે છોડી શકો છો.
  14. પાલક, કેલ અને સફરજનના જ્યુસ બનાવા મિશ્રણમાં ૨ કપ ઠંડું પાણી ઉમેરો.
  15. મિશ્રણને કરો સુંવાળું જ્યુસ તૈયાર ત્યા સુઘી પીસી લો અને તમારૂ પાલક, કેલ અને સફરજનનું જ્યુસ તૈયાર છે.
  16. પાલક, કેલ અને સફરજનના જ્યુસને સમાન માત્રામાં ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  17. પાલક, કેલ અને સફરજનના જ્યુસને ઓછામાં ઓછો ૧ કલાક રેફ્રિજરેટ કરો અને ઠંડું પીરસો. અમારા 100+ લો કૅલરીવાળા પીણાં રેસીપીના સંગ્રહમાં તમારા અન્વેષણ માટે ઘણા અન્ય વિકલ્પો છે. તપાસો!

Reviews