You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપી > નાચની અને કાંદાની રોટી નાચની અને કાંદાની રોટી | Nachni Onion Roti, Ragi Masala Roti તરલા દલાલ ઘણા લોકો નાચનીને એક આદર્શ આહાર ગણે છે, છતાં પણ સામાન્ય રીતે ઘણા ઘરમાં તેનો ઉપયોગ નથી થતો. આમ જોવા જઈએ તો નાચનીમાં સુંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે અને જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. અહીં અમે તેનો સમજદારીથી ઉપયોગ કરીને નાચની અને કાંદાની રોટી બનાવી છે જે સૌને જરૂરથી ભાવશે. કાંદા, કોથમીર અને લીલા મરચાં ઉમેરીને વધુ સ્વાદીષ્ટ બનાવેલી આ રોટી તવા પરથી ઉતારીને તરત જ માણવા જેવી છે. Post A comment 25 Nov 2024 This recipe has been viewed 10477 times नाचनी प्याज रोटी रेसिपी | रागी मसाला रोटी | स्वस्थ भारतीय लाल बाजरा प्याज पराठा | ग्लूटेन मुक्त - हिन्दी में पढ़ें - Nachni Onion Roti, Ragi Masala Roti In Hindi nachni onion roti recipe | ragi masala roti | healthy Indian red millet onion paratha | gluten free | - Read in English Nachni and Onion Roti Video, नाचनी और प्याज़ की रोटी वीडियो નાચની અને કાંદાની રોટી - Nachni Onion Roti, Ragi Masala Roti recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન રોટી, ભકરી, પોળી રેસિપિસ મહારાષ્ટ્રીયન બ્રેક્ફસ્ટઝટ-પટ નાસ્તાથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેસાંજની ચહા સાથેના નાસ્તામિશ્રિત પરોઠાતવો વેજ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૬રોટી માટે મને બતાવો રોટી ઘટકો ૧ કપ રાગી (નાચની) નો લોટ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર રાગી (નાચની)નો લોટ , વણવા માટે તેલ , રાંધવા માટે કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરત પૂરતુ નવશેકું પાણી ઉમેરી સુંવાળી કણિક તૈયાર કરો.આ કણિકનાં ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪") વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણીને તેની પર ફોર્ક (fork) વડે સરખા અંતરમાં કાંપા પાડી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડા તેલનો ઉપયોગ કરી, દરેક રોટી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.તરત જ પીરસો. Nutrient values એક રોટી માટેઊર્જા ૧૦૪ કૅલરીપ્રોટીન ૧.૯ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૧૮.૦ ગ્રામફાઈબર ૨.૮ ગ્રામચરબી ૨.૮ ગ્રામવિટામીન-એ ૧૦૧.૮ મીલીગ્રામવિટામીન બી૧ ૦.૧ મીલીગ્રામકૅલ્શિયમ ૮૭ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન