મસાલા ખાખરા રેસીપી | સ્વસ્થ ખાખરા | ગુજરાતી મસાલા ખાખરા | Masala Khakhra, Whole Wheat Masala Khakhra Recipe

મસાલા ખાખરા રેસીપી | સ્વસ્થ ખાખરા | ગુજરાતી મસાલા ખાખરા | masala khakhra recipe in Gujarati | with 17 amazing images.

મસાલા ખાખરા તો એવી વાનગી છે જેને હું સારા એવા પ્રમાણમાં બનાવીને હવાબંધ પાત્રમાં ભરી રાખું છું અને જ્યારે ભૂખ લાગે ત્યારે તેનો આનંદ માણું છું. ખાખરા લાંબો સમય સુધી તાજા રહે છે અને લૉ કેલરી નાસ્તાની વાનગીલૉ કેલરી નાસ્તાની વાનગી હોવાથી કુંટુબના દરેકને માફક એવા છે.

બહુ ઓછી મગજમારી, થોડી કલ્પનાશક્તિ અને થોડી ઘણી મહેનતે તૈયાર થતા આ ખાખરામાં તમે તમારા ગમતા મસાલાનો પ્રયોગાત્મક રીતે ઉપયાગ કરી વિવિધ પ્રકારના લોટ જેવા કે બાજરા, જુવાર વગેરે વડે પણ આ લૉ કેલરી કરકરા ખાખરા બનાવી શકો છો.

Masala Khakhra, Whole Wheat Masala Khakhra Recipe In Gujarati

મસાલા ખાખરા ની રેસીપી - Masala Khakhra, Whole Wheat Masala Khakhra Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ ખાખરા માટે
મને બતાવો ખાખરા

ઘટકો

મસાલા ખાખરા ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ ઘંઉનો લોટ
૧ ટીસ્પૂન ચણાનો લોટ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
એક ચપટીભર હળદર
એક ચપટીભર હીંગ
૨ ૧/૨ ટેબલસ્પૂન લૉ-ફેટ દૂધ
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
ઘંઉનો લોટ , વણવા માટે
કાર્યવાહી
    Method
  1. મસાલા ખાખરા ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, પાણી વગર નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસના ગોળાકારમાં સુકા લોટની મદદથી બહુ પાતળા વણી લો.
  3. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક ખાખરાને ધીમા તાપ પર તેની બન્ને બાજુએ લાલસ પડતાં ધબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  4. આમ આ ખાખરાને ધીમા તાપ પર મલમલના કપડાના ગોળા વડે દબાવતા રહી ખાખરા બન્ને બાજુએથી કરકરા અને બ્રાઉન થાય ત્યાં સુધી શેક્તા રહો.
  5. જ્યારે સંપૂર્ણ ઠંડા પડે ત્યારે તેને હવાબંધ પાત્રમાં ભરી લો.

Reviews