ક્વીક તીરામીસુ ની રેસીપી | Quick Tiramisu, Non Alcoholic Tiramisu

આ ક્વીક તીરામીસુ એક ઇટાલીયન ડેઝર્ટની વાનગી છે જેમાં કોફીના પળવાળા બિસ્કીટ પર સુંવાળા ક્રીમનું થર પાથરવામાં આવ્યું છે. તેમાં લગભગ ચીઝ અને રમનું સમાવેશ હોય છે.

અહીં અમે માદક પદાર્થ વગર ઝટપટ તીરામીસુ તૈયાર કરવાની રીત રજૂ કરી છે, જે તમે બહુ ટુંકા સમયમાં તમારા અચાનક આવી પહોંચેલા મહેમાનો માટે કે પછી તમે ઓફીસથી ઘેર પહોંચીને કોઇ આનંદદાયક ઉજવણી કરવાના ખ્યાલમાં હો ત્યારે બનાવી શકો.

આ ભપકાદાર કોફીવાળું ઝટપટ તીરામીસુ બધાને ગમી જાય એવું છે અને ચોકલેટના સ્વાદવાળું કોકો પાવડર અને હાઇડ ઍન્ડ સીક બિસ્કીટ તેને વધુ પડતું મજેદાર બનાવે છે.

ભોજનના અંતે પીરસાતી એવી અન્ય ડૅઝર્ટસ્ રેસિપિનો પણ પ્રયાસ કરો.

Quick Tiramisu, Non Alcoholic Tiramisu recipe In Gujarati

This recipe has been viewed 5490 times

झटपट तिरामिसू, अल्कोहलरहित तिरामिसू - हिन्दी में पढ़ें - Quick Tiramisu, Non Alcoholic Tiramisu In Hindi 


ક્વીક તીરામીસુ ની રેસીપી - Quick Tiramisu, Non Alcoholic Tiramisu recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

ક્વીક તીરામીસુ ની રેસીપી બનાવવા માટે
૨૭ હાઇડ ઍન્ડ સીક બિસ્કીટસ્
૨ ૧/૪ ટીસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર
૧ ૧/૨ કપ બીટન વ્હીપ્ડ ક્રીમ
કોકો પાવડર , છાંટવા માટે
કાર્યવાહી
ક્વીક તીરામીસુ ની રેસીપી બનાવવા માટે

    ક્વીક તીરામીસુ ની રેસીપી બનાવવા માટે
  1. ક્વીક તીરામીસુ ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં ૨ ટીસ્પૂન કોફી પાવડર અને ૫ ટીસ્પૂન ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
  2. હવે બીજા એક બાઉલમાં બાકી રહેલું ૧/૨ ટીસ્પૂન કોફી પાવડર અને ૧ ટીસ્પૂન ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને વ્હીપ્ડ ક્રીમમાં મિક્સ કરી બાજુ પર રાખો.
  3. હવે એક હાઇડ ઍન્ડ સીક બિસ્કીટ લઇને તેને કોફી-પાણીના મિશ્રણમાં ડૂબાડીને પીરસવાના ગ્લાસમાં મૂકો.
  4. હવે તેની પર થોડું કોફી-ક્રીમનું મિશ્રણ સરખી રીતે ગોળ-ગોળ ફેરવી લો.
  5. હવે રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ વધુ ૨ બિસ્કીટસ્ ના થર બનાવી કોફી-પાણીનું મિશ્રણ રેડી અને ઉપર કોકો પાવડર સરખી રીતે છાંટી લો.
  6. આ જ રીતે ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૨ ગ્લાસ તૈયાર કરો.
  7. તૈયાર કરેલા ગ્લાસને ૩૦ મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખી લીધા પછી ક્વીક તીરામીસુ તરત જ પીરસો.

Reviews