થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી | Thai Green Curry, Veg Thai Green Curry

થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી | thai green curry recipe in gujarati.

પરંપરાગત રીતે થાઈ ગ્રીન કરી નોન-વેજ હોય છે, પણ અમે તમને વેજિટેરિયન કરીની રેસિપી આપીયે છે. આ વેજ થાઈ કરી માટેની તમામ સામગ્રી ભારતમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.

એક સંપૂર્ણ ભોજન બનાવવા માટે થાઇ ગ્રીન કરીને ભાત સાથે પીરસો.

Thai Green Curry, Veg Thai Green Curry recipe In Gujarati

This recipe has been viewed 6192 times

थाई ग्रीन करी, शाकाहारी थाई ग्रीन करी - हिन्दी में पढ़ें - Thai Green Curry, Veg Thai Green Curry In Hindi 


થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી - Thai Green Curry, Veg Thai Green Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

થાઇ ગ્રીન કરી માટે
૩/૪ કપ ગ્રીન કરી પેસ્ટ , નીચે રેસીપી
૨ કપ નાળિયેરનું દૂધ
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા
૧/૨ કપ સિમલા મરચાંના ટુકડા
૧/૨ કપ સ્લાઇસ કરેલા બેબી કોર્ન
૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૩/૪ કપ બાફેલા ફૂલકોબીના ટુકડા
૧/૨ કપ સ્લાઇસ કરેલા મશરૂમ
એક ચપટી સાકર
મીઠું , સ્વાદાનુસાર

ગ્રીન કરી પેસ્ટ તૈયાર કરવા માટે (લગભગ ૧ કપ બનાવે છે)
૨ ટેબલસ્પૂન સમારેલી લીલી ચાયની પત્તીઓ
૧ કપ સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન બારીક સમારેલા કાફીર લાઇમના પાંદડા
૧/૪ કપ મોટા સમારેલા કાંદા
૧ ટેબલસ્પૂન મોટુ સમારેલુ લસણ
લીલા મરચાં , મોટા સમારેલા
૧/૨ ટેબલસ્પૂન ધાણા પાવડર
૧ ટેબલસ્પૂન જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર
નાનો આદુનો ટુકડો
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૪ ટીસ્પૂન ખમણેલી લીંબુની રાઇંડ

પીરસવા માટે
રાંધેલા ભાત
કાર્યવાહી
ગ્રીન કરી પેસ્ટ બનાવવા માટે

    ગ્રીન કરી પેસ્ટ બનાવવા માટે
  1. બધી સામગ્રી ભેગી કરી અને પૂરતા પાણી (આશરે. ૧/૨ કપ) નો ઉપયોગ કરીને મિક્સરમાં એક સુંવાળી પેસ્ટ બનાવી લો. એક બાજુ રાખી દો.

થાઇ ગ્રીન કરી બનાવવા માટે

    થાઇ ગ્રીન કરી બનાવવા માટે
  1. પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, ગ્રીન કરી પેસ્ટ નાખી મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે સાંતળો.
  2. પનીર, સિમલા મરચાં, બેબી કોર્ન, લીલા વટાણા, ફૂલકોબી અને મશરૂમ્સ ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે સાંતળો.
  3. નાળિયેરનું દૂધ ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે રાંધી લો.
  4. સાકર અને મીઠું નાંખો, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર વધુ ૧ મિનિટ રાંધી લો.
  5. થાઇ ગ્રીન કરીને ભાત સાથે ગરમ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. તમે તમારી પસંદની કોઈપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.

Reviews