ટમેટાની પચડી | Tomato Pachadi, How To Make Tomato Pachadi

ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.

Tomato Pachadi, How To Make Tomato Pachadi recipe In Gujarati

This recipe has been viewed 5616 times

टमॅटो पछड़ी - हिन्दी में पढ़ें - Tomato Pachadi, How To Make Tomato Pachadi In Hindi 


ટમેટાની પચડી - Tomato Pachadi, How To Make Tomato Pachadi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
મોટો ટમેટો
૧ કપ તાજું દહીં , જેરી લીધેલું
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા કોઇ પણ રીફાઇન્ડ તેલ
૧ ટીસ્પૂન રાઇ
એક ચપટીભર હીંગ
૮ to ૧૦ કડી પત્તા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર , સજાવવા માટે
કાર્યવાહી
    Method
  1. એક વાસણમાં પાણી ઉકાળી, તેમાં ટમેટો ઉમેરી મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા ટમેટો બફાઇને નરમ થાય ત્યાં સુધી બાફીને બાજુ પર રાખો.
  2. ટમેટો જ્યારે ઠંડો થાય, ત્યારે તેની છાલ કાઢીને ફોર્ક (fork) વડે હળવેથી છુંદીને બાજુ પર રાખો.
  3. તે પછી તેમાં દહીં, લીલા મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  4. હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડીપત્તા મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
  6. આમ તૈયાર થયેલા વઘારને ટમેટા-દહીંના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

Reviews