પાલકના મસાલદાર ડમ્પલીંગ | Spicy Spinach Dumplings

પાલકના મસાલદાર ડમ્પલીંગ ! ચળકતા લીલા રંગના પૌષ્ટિક ડમ્પલીંગ નાસ્તા માટેની અતિ ઉત્તમ વાનગી છે. અમે અહીં તેને તળવાના બદલે બાફીને બનાવવાની રીત રજૂ કર્યા છે, જેથી તે લૉ-કૅલરીયુક્ત સાંજના નાસ્તાની ડીશ તરીકે માણી શકાય એવા બને છે.

તેમાં એક માત્રા માટે ફક્ત ૯૬ કૅલરી જ છે, જેથી તમે જ્યારે ૪ ડમ્પલીંગ લીલી ચટણી સાથે માણો તો તમને ૧૦૦ કૅલરી થી પણ ઓછી કૅલરી મળે છે. પાલક તો જરૂરી વિટામીનનો ખજાનો ગણાય છે કારણકે તેમાં ફોલીક એસિડ, વિટામીન-એ જેવા શરીરના વિકાસ સાથે ભરણપોષણ માટેના અને જીવન ટકાવવાની ક્ષમતા માટેના પોષક તત્વો રહેલા છે.

Spicy Spinach Dumplings recipe In Gujarati

This recipe has been viewed 4267 times

स्पाईसी स्पिनॅच डम्पलिंग्स् - हिन्दी में पढ़ें - Spicy Spinach Dumplings In Hindi 
Spicy Spinach Dumplings - Read in English 


પાલકના મસાલદાર ડમ્પલીંગ - Spicy Spinach Dumplings recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ ડમ્પલીંગ માટે

ઘટકો
૧ ૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧ ૧/૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
૨ ટીસ્પૂન તાજું લૉ-ફેટ દહીં
એક ચપટીભર હીંગ
૧/૨ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, પાણીનો ઉપયોગ કર્યા વગર તેને સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગના ગોળ બોલ બનાવી લો.
  3. એક ૧૫૦ મી. મી. (૬”)ના વ્યાસની તેલ ચોપડેલી ગોળ થાળીમાં આ ડમ્પલીંગ ગોઠવી, થાળીને સ્ટીમરમાં મૂકી ૭ થી ૮ મિનિટ સુધી ડમ્પલીંગ બરોબર બફાઇને રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
  4. તરત જ પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો.

Reviews