સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
હરાભરા સબ્જ પુલાવ આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્ ....
હાંડી ખીચડી હાંડીને ઢાંકીને રાંધવાથી તેમાં બનતી બાફ હાંડીમાં જ જળવાઇ રહે છે જેથી ખૂબ જ થોડા પાણીમાં સહેલાઇથી રાંધી શકાય છે અને તેમાં પોષક તત્વનો નુકશાન પણ ઓછો થાય છે. બીજું એ કે આ હાંડીમાં રાંધવાથી બધા મસાલાની સોડમ અને તેની ખુશ્બુ પણ જળવાઇ રહે છે. અહીં ચોખા અને ખૂબ બધી શાકભાજીનું સંયોજન કરીને એક પારંપારીક હાંડી ....
હોંગકોંગ સ્ટાઇલનું શાક ની રેસીપી પ્રથમ નજરે આ વાનગી એશિયાની વાનગીથી અલગ લાગે છે કારણકે તેમાં શાક અને સૉસનું સંયોજન છે. તે છતાં, આ શાક અજોડ છે, કારણકે તેનું બંધારણ એવું છે જેમાં વિવિધ સામગ્રી છે અને તેની બનાવવાની રીત ખાસ પ્રકારની છે. ખરેખર હોંગકોંગ સ્ટાઇલનું શાક એક મજેદાર રીતે તૈયાર થાય છે, જે તમને જરૂરથી ગમશે.