હરાભરા સબ્જ પુલાવ | Hara Bhara Subz Pulao

આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્જ પુલાવ વાનગી બનાવશો ત્યારે પારંપરિક રીતે તૈયાર થતા ચરબીયુક્ત પુલાવ પ્રત્યેની તમારી કુમળી લાગણીને પણ ભુલી જશો. આ પુલાવ સાથે પાલક કઢી અને પાપડના ચુરાનો સ્વાદ જરૂરથી માણવા જેવો છે.

Hara Bhara Subz Pulao recipe In Gujarati

This recipe has been viewed 3674 times

Hara Bhara Subz Pulao - Read in English 


હરાભરા સબ્જ પુલાવ - Hara Bhara Subz Pulao recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ સ્લાઇસ કરેલા બટાટા
૧/૨ કપ લીલા વટાણા
૧ કપ ફૂલકોબીના ફૂલ
૧ ૧/૪ કપ બ્રાઉન ચોખા, પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
લવિંગ
૫૦ મિલીલીટર (૨”) નો તજનો ટુકડો
એલચી
તમાલપત્ર
મીઠું , સ્વાદાનુસાર

પેસ્ટ માટે
૨ કપ સમારેલી કોથમીર
૧/૪ કપ ફૂદીનો
૧ ટેબલસ્પૂન ખમણેલું તાજું નાળિયેર
૧ ટેબલસ્પૂન પૌવા
લીલા મરચાં , સમારેલા
૧ ટીસ્પૂન જીરૂ
૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન તાજી સમારેલી કોથમીર
કાર્યવાહી
લીલી પેસ્ટ માટે

    લીલી પેસ્ટ માટે
  1. ૧. બધી વસ્તુઓ ભેગી કરી મિક્સરમા મૂકી તેમાં થોડું પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

આગળની રીત

    આગળની રીત
  1. પ્રેશર કુકરને ઉંચા તાપમાન પર ગરમ કરો.
  2. તે પછી તેમાં લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી ધીમા તાપ પર થોડી સેકંડ સુધી શેકી લો.
  3. તે પછી તેમાં સમારેલા કાંદા ઉમેરી ધીમા તાપ પર ૩૦ સેકંડ સુધી સૂકા શેકી લો.
  4. તે પછી તેમાં બટાટા, લીલા વટાણા, ફૂલકોબીના ફૂલ, લીલી પેસ્ટ, બ્રાઉન ચોખા અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં ૩ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  6. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  7. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews