હોંગકોંગ સ્ટાઇલનું શાક ની રેસીપી | Vegetable Hong Kong Style ( Easy Chinese Cooking )

Vegetable Hong Kong Style ( Easy Chinese Cooking ) recipe In Gujarati

This recipe has been viewed 1383 timesપ્રથમ નજરે આ વાનગી એશિયાની વાનગીથી અલગ લાગે છે કારણકે તેમાં શાક અને સૉસનું સંયોજન છે. તે છતાં, આ શાક અજોડ છે, કારણકે તેનું બંધારણ એવું છે જેમાં વિવિધ સામગ્રી છે અને તેની બનાવવાની રીત ખાસ પ્રકારની છે. ખરેખર હોંગકોંગ સ્ટાઇલનું શાક એક મજેદાર રીતે તૈયાર થાય છે, જે તમને જરૂરથી ગમશે.

હોંગકોંગ સ્ટાઇલનું શાક ની રેસીપી - Vegetable Hong Kong Style ( Easy Chinese Cooking ) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો

હોંગકોંગ સ્ટાઇલનું શાક ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ અર્ધબાફેલા ફૂલગોબીના ફૂલ
૧ ૧/૨ કપ ત્રાંસા કાપીને અર્ધબાફેલા મિક્સ શાક (ગાજર , ફણસી , બેબીકોર્ન વગેરે)
૩/૪ કપ સિમલા મરચાંના ટુકડા
૨ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૩ આખા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૨ ટીસ્પૂન સોયા સૉસ
૨ ટીસ્પૂન વિનેગર
૧ ટેબલસ્પૂન ચીલી સૉસ
૧ ૧/૨ કપ ક્લિયર વેજીટેબલ સ્ટૉક
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
એક ચપટીભર સાકર
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
કાર્યવાહી
હોંગકોંગ સ્ટાઇલનું શાક ની રેસીપી બનાવવા માટે

    હોંગકોંગ સ્ટાઇલનું શાક ની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર અને વેજીટેબલ સ્ટૉક મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં આદૂ, લસણ, સૂકા લાલ મરચાં અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં મિક્સ શાક અને ફલાવરના ફૂલ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં સોયા સૉસ, વિનેગર, ચીલી સૉસ, સાકર, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં વેજીટેબલ સ્ટોક-કોર્નફ્લોરનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમા-ગરમ પીરસો.

Reviews