ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો અને આ પૂરી ખાવા માટે તમારું મન તમને લલચાવે તો પણ તમે કેટલી ખાઓ છો તેનું ધ્યાન રાખજો કારણ કે અહીં તે તળવામાં આવી છે.
સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી - Stuffed Cauliflower Puri recipe in Gujarati
Method- પૂરણના ૮ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારીઓને મધ્યમાં વાળી પૂરણને સંપૂર્ણ બંધ કરી લો. તેને ફરી ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા કણિકના ભાગ અને પૂરણ વડે બીજી ૭ ભરેલી પૂરી તૈયાર કરી લો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- તરત જ પીરસો.