પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.
ચીઝી વેજીટેબલ પીઝા - Cheesy Vegetable Pizza recipe in Gujarati
Method- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં મેંદો મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં દૂધ, ૧/૨ કપ પાણી, ચીઝ, મીઠું અને મરીનું પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- આ ચીઝ સૉસના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
વેજીટેબલ ટોપીંગ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં શાકભાજી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ વેજીટેબલ ટોપીંગના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- પીઝાના ૧ રોટલાને સાફ-સૂકી જગ્યા પર રાખી તેની પર ચીઝ સૉસનો એક ભાગ પાથરી ઉપર વેજીટેબલ ટોપીંગનો એક ભાગ સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર ૧/૪ કપ પીઝા સૉસ સરખી રીતે પાથરી છેલ્લે તેની પર ૧/૪ કપ ચીઝ છાંટી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજો પીઝા પણ તૈયાર કરી લો.
- આ બન્ને પીઝાને ગ્રીઝ કરેલી ઑવનની ટ્રે પર મૂકી આગળથી ગરમ કરેલા ઑવનમાં २००° સે (४००° ફે) તાપમાન પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા પીઝા રોટલા સરખી રીતે બ્રાઉન થઇ તેની પરનું ચીઝ પીગળી જાય ત્યાં સુધી બેક કરી લો.
- તેના સરખી રીતે ત્રિકોણાકાર ટુકડા પાડી તરત જ પીરસો.