જુવાર, બાજરા અને લસણની રોટી - Jowar Bajra Garlic Roti

Jowar Bajra Garlic Roti recipe In Gujarati

This recipe has been viewed 2955 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Jowar Bajra Garlic Roti - Read in English 


આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.

Jowar Bajra Garlic Roti recipe - How to make Jowar Bajra Garlic Roti in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧/૨ કપ જુવારનો લોટ
૧/૨ કપ બાજરીનો લોટ
૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટેબલસ્પૂન તલ
મીઠું , સ્વાદાનુસાર
જુવારનો લોટ , વણવા માટે
ઘી , ચોપડવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ પાડો.
  3. દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) ના ગોળાકારમાં થોડા સૂકા જુવારના લોટની મદદથી વણી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટી મૂકી થોડી સેકંડ સુધી શેકી લો.
  5. ૫. તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુ થોડી વધુ સેકંડ સુધી શેકી લો.
  6. આમ તૈયાર થયેલી રોટીને ચીપીયા વડે પકડીને ખુલ્લા તાપ પર રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  7. રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બાકીની ૫ રોટી પણ તૈયાર કરી લો.
  8. ગરમ રોટી પર ઘી ચોપડીને તરત જ પીરસો.

Reviews