આલુ અને શક્કરિયાનું ચાટ | Aloo Aur Shakarkandi ki Chaat, Vrat Chaat

વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.

Aloo Aur Shakarkandi ki Chaat, Vrat Chaat recipe In Gujarati

This recipe has been viewed 6684 times



આલુ અને શક્કરિયાનું ચાટ - Aloo Aur Shakarkandi ki Chaat, Vrat Chaat recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪પ્લેટ માટે
મને બતાવો પ્લેટ

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બટાટા અને શક્કરિયા મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  2. તાપ પરથી નીચે ઉતારી તેના ૪ સરખા ભાગ પાડો.
  3. આ તૈયાર થયેલા મિશ્રણનો એક ભાગ પીરસવાની ડીશમાં મૂકી તેની પર ૧ ૧/૨ ટેબલસ્પૂન ખજુર-આમલીની ચટણી, ૧ ટેબલસ્પૂન લીલી ચટણી અને ૧/૪ કપ દહીં સરખી રીતે પાથરી લો.
  4. તે પછી તેની પર સંચળ, જીરા પાવડર, મરચાં પાવડર અને મીઠું છાંટી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીની ૩ ડીશ પણ તૈયાર કરી લો.
  6. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. બટાટા અને શક્કરિયાને જ્યારે બાફવા મૂકો ત્યારે પાણીમાં થોડું મીઠું ઉમેરવાનું યાદ રાખશો.

Reviews