ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા | Achaari Paneer Tikka

ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા | achaari paneer tikka in gujarati |

ભારતીય અચારી પનીર ટિક્કા રોજિંદા જીવન માટે ઝડપી સ્ટાર્ટર છે અને પાર્ટી ટ્રીટ તરીકે નોંધપાત્ર પણ છે! પનીર ટીક્કાનું મરીનેડ તીવ્ર મસાલેદાર છે. જેમાં લીલા મરચાના અથાણાનો સ્વાદ છે.

પંજાબી અચારી પનીર ટીક્કા કેવી રીતે બનાવવું તે શીખો.

Achaari Paneer Tikka recipe In Gujarati

ભારતીય અચારી પનીર ટિક્કા રેસીપી | પંજાબી અચારી પનીર ટીક્કા | પનીર ટીક્કા | હેલ્ધી અચારી ટિક્કા - Achaari Paneer Tikka recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

આચારી મેરિનેડ માટે
૧ ટેબલસ્પૂન લીલા મરચાંનું અથાણું
૧/૨ કપ ચક્કો દહીં
૧ ટીસ્પૂન સમારેલું લસણ
૧ ટીસ્પૂન વરિયાળી
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન મેથી ના દાણા
૧/૪ ટીસ્પૂન કલોંજી
૧ ટીસ્પૂન જીરું
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન રાઇનું તેલ
મીઠું , સ્વાદાનુસાર

અન્ય સામગ્રી
૧ ૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા
તેલ , ચુપડવા અને રાધંવા માટે

પરોસવા માટે
દહિવાળી ફુદીના ચટણી
કાર્યવાહી
આચારી મેરિનેડ બનાવવા માટે

  આચારી મેરિનેડ બનાવવા માટે
 1. મિક્સરમાં દહીં સિવાય બધી સામગ્રી ભેગી કરો અને દરદરુ મિશ્રણ તૈયાર કરો.
 2. મિશ્રણને એક ઊંડા બાઉલમાં નાખો, દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.

આગળની રીત

  આગળની રીત
 1. અચારી પનીર ટીક્કા બનાવવા માટે, પનીરને તૈયાર કરેલા આચારી મેરિનેડમાં નાંખો, હળવેથી મિક્સ કરી દો અને ૨૦ મિનિટ સુધી મેરીનેટ થવા માટે એક બાજુ રાખો.
 2. મેરિનેડ પનીરના ચોરસ ટુકડાને સાતય સ્ટિક પર બરાબર ગોઠવો અને બાજુમાં રાખો.
 3. એક નોન-સ્ટીક તવા ગરમ કરો, તેને થોડા તેલ વડે ગ્રીસ કરો, તેના પર થોડા સાતય સ્ટિક મૂકો અને મધ્યમ તાપ પર થોડા તેલનો ઉપયોગ કરીને રાંધો, ત્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય.
 4. રીત ક્રમાંક ૩ પ્રમાણે બાકીના સાતય સ્ટિક તૈયાર કરી લો.
 5. અચારી પનીર ટીક્કા ને તરત દહિવાળી ફુદીના ચટણી સાથે પીરસો.

Reviews