કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી | વીગન પપૈયા સ્મૂધી | હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી | Coconut Papaya Smoothie

કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી | વીગન પપૈયા સ્મૂધી | હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી | coconut papaya smoothie recipe in gujarati | with 12 amazing images.

કોકોનટ પપૈયા સ્મૂધી એ એક મજેદાર પીણું છે, જે ઉનાળાના ગરમ દિવસો માટે યોગ્ય પીણું છે. નાળિયેરનું દૂધ અને પપૈયાનું મિશ્રણ એક ઠંડુ પીણું બનાવે છે, જે સ્વાદિષ્ટ હોવા સાથે, પેટ માટે ખૂબ જ હલકું પણ છે.

હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી બનાવવા માટે પાકેલા અને મીઠા પપૈયાનો ઉપયોગ કરો. વિટામીન એ અને વિટામીન સીથી ભરપૂર હોવાથી પપૈયા વધારાના કોલેસ્ટ્રોલને ઓક્સિડાઇઝ કરીને હૃદયના રોગો સામે રક્ષણ આપે છે. પપૈયામાં કાર્બોહાઇડ્રેટ ઓછું હોય છે અને તેથી તે બ્લડ સુગર લેવલને વધારતું નથી અને કબજિયાતથી રાહત આપે છે.

કોકોનટ પપૈયા સ્મૂધીમાં ઉપયોગમાં લેવાતા નારિયેળના દૂધના ઘણા ફાયદા છે. નારિયેળનું દૂધ એક એમ. સી. ટી. (મીડિયમ ચેઇન ટ્રિગ્લાઇસેરાઇડ્સ) (medium chain triglycerides) - જે સીધો યકૃતમાં જાય છે અને શરીરમાં ચરબી તરીકે સંગ્રહિત થતો નથી. નાળિયેરના દૂધમાં પોટેશિયમની પણ થોડી માત્રા પણ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. નાળિયેરના દૂધમાં હાજર લૌરિક એસિડ (lauric acid) કોલેસ્ટ્રોલના સ્તર પર હકારાત્મક અસર કરે છે, જે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

Coconut Papaya Smoothie recipe In Gujarati

કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી - Coconut Papaya Smoothie recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

કોકોનટ પપૈયા સ્મૂધી માટે
૧/૨ કપ નાળિયેરનું દૂધ
૨ કપ પપૈયા ના ટુકડા
૧/૨ પાકેલા કેળા , મોટા સમારેલા
૧/૨ ટીસ્પૂન મોટુ સમારેલુ આદુ
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ૧/૨ કપ બરફના ટુકડા
કાર્યવાહી
કોકોનટ પપૈયા સ્મૂધી માટે

    કોકોનટ પપૈયા સ્મૂધી માટે
  1. કોકોનટ પપૈયા સ્મૂધી બનાવવા માટે, નાળિયેરનું દૂધ, પપૈયા, કેળા, આદુ, લીંબુનો રસ અને બરફના ટુકડાને મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર પીણું તૈયાર કરો.
  2. કોકોનટ પપૈયા સ્મૂધીને ૨ વ્યક્તિગત ગ્લાસમાં રેડો અને ઠંડું પીરસો.

Reviews