You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી (પહેલો નાસ્તો) બ્રેકફાસ્ટ રેસિપી > ભીંડી પકોડા ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora, Bhindi Pakoda તરલા દલાલ ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing images.ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ચીકણા લાગતા ભીંડા વડે ઘણી કરકરી ને મજેદાર નાસ્તાની વાનગી બનાવી શકાય છે. આજે પણ તામીલનાડુમાં સમજદાર લોકો તેમના ઢોસાનો ખીરામાં થોડા સમારેલા ભીંડા ઉમેરે છે જેથી આકર્ષક ગોલ્ડન બ્રાઉન ઢોસા તૈયાર થાય અને થોડા કરકરા પણ બને છે. અહીં અમે પણ આવી જ રીતે ભીંડા વડે કરકરા અને સ્વાદિષ્ટ ભીંડી પકોડા બનાવ્યા છે. આ એક અસામાન્ય વાનગીનો સ્વાદ એવો મજેદાર છે કે તે ઘણા લોકોનું દીલ જીતી લે એવા તૈયાર થાય છે. આ પકોડાનું મુખ્ય રહસ્ય છે તેની પાણીનો ઉપયોગ કર્યા વગરની બનતી કણિક. કણિક તૈયાર કરતી વખતે લોટની સાથે ભીંડાની ચીકાશ અને તેલની ચીકાશ ભળતા લોટને દબાવીને નીચોવવાથી કણિક આપો આપ બંધાઇ જાય છે. એક વખત પકોડા તળી લીધા પછી પકોડા પર થોડો ચાટ મસાલો છાંટીને ગરમ ગરમ પકોડા ચહા સાથે પીરસો. આવી જ બીજી વાનગીઓ એટલે ગોબી પકોડા કે પનીર પકોડા પણ અજમાવવા જેવા છે. Post A comment 15 Apr 2020 This recipe has been viewed 6467 times भिंडी पकोड़ा रेसिपी | भिंडी पकोरा | भिंडी पकौड़ा - हिन्दी में पढ़ें - Bhindi Pakora, Bhindi Pakoda In Hindi Bhindi Pakora, Bhindi Pakoda - Read in English Bhindi Pakora Video ભીંડી પકોડા - Bhindi Pakora, Bhindi Pakoda recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | તળેલા હલકા નાસ્તાનવીનતા ભરી નાસ્તાની રેસીપીકિટ્ટી પાર્ટી માટે નાસ્તાની રેસીપીચોમાસા માં બનતી નાસ્તાની રેસિપિ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૩ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ ૧/૨ કપ ઝીણા સમારેલા ભીંડા૩/૪ કપ ચણાનો લોટ૨ ટેબલસ્પૂન ચોખાનો લોટ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૪ ટીસ્પૂન હળદર૧/૨ ટીસ્પૂન જીરા પાવડર૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર૧/૨ ટીસ્પૂન આમચૂર પાવડર૨ ટીસ્પૂન ગરમ તેલ મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટે૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો , ભભરાવા માટે કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં તેલ અને ચાટ મસાલા સીવાયની બાકીની બીજી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડા પણ પાણીનો ઉપયોગ ન કરતાં તેનો એક વખત થોડો થોડો ભાગ લઇને દબાવીને નિચોવી લેવુંએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, થોડું- થોડું મિશ્રણ તમારી આંગળીઓ વડે તેલમાં પાડીને મધ્યમ તાપ પર પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારીને ટીશ્યુ પેપર પર કાઢી લો.પકોડા પર ચાટ મસાલો ભભરાવીને હલકા હાથે મિક્સ કરી લો.ચહા સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન