ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes

ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | chilli potatoes recipe in Gujarati | with 29 amazing images.

ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચિલી પોટેટો રેસિપીમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે.

બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. મજાની વાત એ છે કે આ ચિલી પોટેટો સહેલાઇથી ઝટપટ બનાવી શકાય છે કારણકે તેમાં મોટે ભાગે તૈયાર સૉસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes recipe In Gujarati

This recipe has been viewed 9817 times

चिली पोटैटो रेसिपी | चाइनीज़ स्टाइल चिली पोटैटो | भारतीय स्टाइल | - हिन्दी में पढ़ें - Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes In Hindi 


ચીલી પોટેટો રેસિપી - Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩ કપ અર્ધઉકાળેલી બટાટાની સળીઓ
તેલ , તળવા માટે
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
૧ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
૧ ટેબલસ્પૂન ચીલી સૉસ
૧ ટીસ્પૂન સોયા સૉસ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
કાર્યવાહી
    Method
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડી-થોડી બટાટાની સળીઓ નાંખી, તે દરેક બાજુએથી હલકા બ્રાઉન રંગની થાય તે રીતે તળીને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી બાજુ પર રાખો.
  2. એક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ, આદૂ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ, ટમૅટો કેચપ, ચીલી સૉસ, સોયા સૉસ, કોર્નફ્લોરનું મિશ્રણ અને મીઠું મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
  5. તે પછી તેમાં તળેલા બટેટાની સળીઓ મેળવી, સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કર્યા બાદ ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. લીલા કાંદાના સફેદ અને લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews