You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > કેક > એપલ સિનેમન મફિન એપલ સિનેમન મફિન | Apple Cinnamon Muffins, Eggless Apple Cinnamon Muffin તરલા દલાલ આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે. ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશો ત્યારે જ તેને ખાવાની ધીરજ નહીં રાખી શકશો, અને જ્યારે તમે તેનો સ્વાદ માણશો ત્યારે તમને નવાઇ લાગશે કે એગ્લેસ એપલ મફિન તમારા મોઢામાં ક્યારે અંદર જતા રહ્યા તેની સમજ પણ નહીં રહે, કારણ કે તેનો સ્વાદ તમે ધાર્યો હશે તેના કરતા પણ વધુ મધુર બને છે. તમારી જન્મદીવસની પાર્ટી અથવા ચહા પાર્ટી માં આ મફિન બનાવી પાર્ટીની મજા લો. Post A comment 16 Jul 2021 This recipe has been viewed 5457 times एप्पल सिनेमन मफिन्स रेसिपी | एगलैस सिनेमन एप्पल मफिन | एगलैस एप्पल सिनेमन मफिन । मफिन - हिन्दी में पढ़ें - Apple Cinnamon Muffins, Eggless Apple Cinnamon Muffin In Hindi eggless apple cinnamon muffin recipe | apple muffins | Indian style apple muffins | - Read in English Apple Cinnamon Muffins Video એપલ સિનેમન મફિન - Apple Cinnamon Muffins, Eggless Apple Cinnamon Muffin recipe in Gujarati Tags સરળ ભારતીય વેજ રેસિપીમનગમતી રેસીપીમફિન્સ / ટી-કેકસ્કેકમધર્સ્ ડેહાઇ ટી પાર્ટીઆસાન / સરળ મફીન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૨ મિનિટ   કુલ સમય : ૪૨ મિનિટ    ૯ મફિન માટે મને બતાવો મફિન ઘટકો ૧ ૧/૪ કપ સમારેલા સફરજન (છાલ કાઢ્યા વગરના)૧/૪ ટીસ્પૂન તજનો પાવડર૧ કપ ઘઉંનો લોટ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા એક ચપટીભર મીઠું૧/૨ કપ સાકર૧/૨ ટીસ્પૂન વેનીલાનું ઍસેન્સ૩ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ૧/૨ ટેબલસ્પૂન વિનેગર તજનો પાવડર , છાંટવા માટે કાર્યવાહી Methodઘઉંનો લોટ, બેકિંગ સોડા, તજનો પાવડર અને ચપટીભર મીઠું ચારણી વડે એક ઊંડા બાઉલમાં ચાળીને બાજુ પર રાખો.એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં ૧/૨ કપ પાણી અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં વેનીલાનું ઍસેન્સ, માખણ અને વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે તેમાં ચારણી વડે ચાળેલો લોટ તથા ૨ ટેબલસ્પૂન પાણી મેળવી વ્હીસ્ક (whisk) વડે સારી રીતે ભેળવી લો.તે પછી તેમાં સફરજન મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે મફિન ટ્રેના ૯ ખાનામાં ૯ પેપર કપ મૂકો.તે પછી દરેક કપમાં એક ચમચા જેટલું તૈયાર કરેલું ખીરૂં મૂકી ટ્રે ને હળવેથી ઠપઠપાડી લો.તે પછી દરેક કપ પર તજનો પાવડર છાંટી લો.આમ તૈયાર થયેલી ટ્રેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે)ના તાપમાન પર ૨૦ મિનિટ અથવા મફિન ટુથપીક ખોસી સહેલાઇથી કાઢી શકાય એવા તૈયાર થાય ત્યાં સુધી બેક કરી લો.ગરમ જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન