રવાના પૅનકેક | Semolina Pancake

બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો.

Semolina Pancake recipe In Gujarati

This recipe has been viewed 6457 times

सेमोलिना पैनकेक - हिन्दी में पढ़ें - Semolina Pancake In Hindi 
Semolina Pancake - Read in English 


રવાના પૅનકેક - Semolina Pancake recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૪મીની પૅનકેક માટે
મને બતાવો મીની પૅનકેક

ઘટકો
૧ ૧/૪ કપ રવો
૩/૪ કપ દહીં
૧/૨ કપ ઝીણી સમારેલી કોબી
૧/૨ કપ સમારેલા ગાજર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન ફ્રુટ સૉલ્ટ
૪ ટીસ્પૂન તેલ

પીરસવા માટે
નાળિયેરની ચટણી
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં રવો, દહીં અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી તેને ૩૦ મિનિટ સુધી પલળવા માટે બાજુ પર રાખો.
  2. તે પછી તેમાં કોબી, ગાજર, કોથમીર, લીલા મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. જ્યારે પૅનકેક તૈયાર કરવા હોય તેના થોડા સમય પહેલા, ખીરામાં ફ્રુટ સૉલ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી લો.
  4. જ્યારે ખીરામાં પરપોટા થવા માંડે, ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો.
  5. પછી તેમાં ૨ ટેબલસ્પૂન તેલ મેળવી ફરી હળવેથી મિક્સ કરી લો.
  6. પછી એક નૉન-સ્ટીક મીની ઉત્તપા તવા પર થોડું તેલ ચોપડી લો.
  7. પછી દરેક ઉત્તપાના મોલ્ડમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂ રેડી તેની વ્યવસ્થિત રીતે પાથરી લો.
  8. થોડા તેલની મદદથી, તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
  9. રીત ૭ અને ૮ પ્રમાણે બાકીના મીની પૅનકેક પણ તૈયાર કરીલો.
  10. નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.

Reviews