પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી | Nutritious Pumpkin Carrot Soup

તમારા જમણમાં જોમ પૂરે એવું છે આ સુગંધી પૉષ્ટિક કોળાનું સૂપ, જેમાં સુવાના બી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. કોળાની સાથે ગાજરનું સંયોજન આનંદ આપે એવી મીઠાશ પેદા કરે છે અને તેમાં બહું ઓછું મીઠું ઉમેરવાની જરૂર પડે છે.

આ ઉપરાંત કોળામાં ઓછું સોડિયમ હોવાથી આ કોળાનું સૂપ ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ ઉપકાર ગણી શકાય. તે જ્યારે ગરમ અને તાજું હોય ત્યારે જ તમે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂપને આનંદથી માણો.

Nutritious Pumpkin Carrot Soup recipe In Gujarati

પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી - Nutritious Pumpkin Carrot Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ મોટું સમારેલું લાલ કોળું
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન સુવાના બી
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૧ કપ મોટા સમારેલા ગાજર
૧/૪ ટીસ્પૂન મીઠું
તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં સુવાના બી નાંખી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. હવે તેમાં લાલ કોળું અને ગાજર નાંખી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  5. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  6. તે પછી આ મિશ્રણને મીક્સરમાં ફેરવી મિશ્રણને સુંવાળું તૈયાર કરો.
  7. આમ તૈયાર થયેલા મિશ્રણને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં રેડી, તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. છેલ્લે તેમાં મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  9. ગરમ ગરમ પીરસો.

Reviews