You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્ > એપલ પાય ની રેસીપી એપલ પાય ની રેસીપી | Eggless Apple Pie, Indian Style Apple Pie તરલા દલાલ આખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી. અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ સાથે સહેજ તજનો સ્વાદ અને બદામનો કરકરો સ્વાદ તમને બાકી બધુ ભુલાવી દેશે. આ એપલ પાયને વેનીલા આઇસક્રીમ સાથે નવશેકું પીરસો અને અનેરો સ્વાદ માણો. Post A comment 09 Aug 2020 This recipe has been viewed 5426 times अंडे रहित सेब पाई रेसिपी | भारतीय स्टाइल सेब पाई | अमेरिकी सेब पाई | - हिन्दी में पढ़ें - Eggless Apple Pie, Indian Style Apple Pie In Hindi eggless apple pie recipe | Indian style apple pie | American apple pie | - Read in English Apple Pie Video એપલ પાય ની રેસીપી - Eggless Apple Pie, Indian Style Apple Pie recipe in Gujarati Tags અમેરીકન વ્યંજનઅમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્મીઠા નાસ્તાપાઇ / ટાર્ટસ્ક્રીસમસ્ વાનગીઓફાધર્સ્ ડેથેન્કસગિવીંગ તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય: ૪૦ થી ૪૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૭૫1 કલાક 15 મિનિટ    ૧ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો કણિક માટે૩ કપ મેંદો૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર૧/૨ કપ પીસેલી સાકર૧ કપ નરમ માખણસફરજનના પૂરણ માટે૩ કપ છોલેલા સફરજનના ટુકડા૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૧/૨ કપ સાકર૧ ટીસ્પૂન તજનો પાવડર૨ ટેબલસ્પૂન કીસમીસ૨ ટેબલસ્પૂન સમારેલી બદામબીજી જરૂરી વસ્તુઓ એપલ પાયની રેસીપી બનાવવા માટે દૂધ , ચોપડવા માટેએપલ પાય સાથે પીરસવા માટે વેનીલા આઇસક્રીમ કાર્યવાહી કણિક તૈયાર કરવા માટેકણિક તૈયાર કરવા માટેએક ઊંડા બાઉલમાં મેંદો, બેકીંગ પાવડર અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.તે પછી તેમાં નરમ માખણ મેળવી સારી રીતે મિક્સ કરી બહુ નરમ નહીં તેમ જ બહુ કઠણ નહીં એવી કણિક જરૂરી પાણી વડે તૈયાર કરી ઢાંકીને બાજુ પર રાખો.સફરજનના પૂરણ તૈયાર કરવા માટેસફરજનના પૂરણ તૈયાર કરવા માટેએક ઊંડા બાઉલમાં સફરજન અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સફરજન-લીંબુનું મિશ્રણ, સાકર, તજનો પાવડર, કીસમીસ અને બદામ મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી અને તેને ચમચાના પાછળના ભાગ વડે મસળતા રહી રાંધી લો.પૅનનું ઢાંકણ ખોલી લીધા પછી પછી તેને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.આગળની રીત એપલ પાયની રેસીપી બનાવવા માટેઆગળની રીત એપલ પાયની રેસીપી બનાવવા માટેતૈયાર કરેલી કણિકના ૩ સરખા ભાગ પાડી બે ભાગ એક સાથે અને એક ભાગ અલગ રાખો.હવે ૨ ભાગવાળી કણિકને ૩૦૦ મી. મી. (૧૨”)ના ગોળાકારમાં વણી લો. વણતા સમયે તેની કીનારીઓને તમારા હાથથી સમતલ કરતાં રહો.વણેલા ગોળને એક તરફથી બીજી તરફ લઇ જઇને ઉપાડી લો. પછી તેને ૨૫૦ મી. મી. (૧૦”)વાળા છુટું પડે તેવા એલ્યુમિનિયમના કેક ટીનની મધ્યમાં મૂકીને ખોલી લો. તે પછી તેને ટીનના તળીયા પર અને કીનારીઓ પર સરખી રીતે આંગળીઓ વડે દબાવી લો. પછી જો ટીનની કીનારીઓ પર કણિક રહી ગઇ હોય તો કાઢી લો.હવે મધ્યમાં સફરજનનું પૂરણ મૂકી તેને ચમચા વડે સરખી રીતે ફેલાવીને બાજુ પર રાખો.હવે કણિકના બાકી રહેલા એક ભાગને ૩૦૦ મી. મી. (૧૨”)ના વ્યાસના ગોળાકારમાં વણીને રીત ક્રમાંક ૩ મુજબ એક કીનારીએથી લઇ જઇને ઉપાડી લો.આ વણેલા કણિકના ગોળને સફરજનના પૂરણ પર મૂકી તેને ખોલી લો અને ફરી નીચેની બાજુએ અને ટીનની કીનારીઓ પર આંગળીઓ વડે સરખી રીતે દબાવી લો. અહીં ધ્યાન રાખવાનું છે કે સફરજનનું પૂરણ આ ગોળા વડે સંપૂર્ણ રીતે ઢંકાઇ જવું જોઇએ.હવે એક ચપ્પુ વડે ઉપર બચેલી કણિકને એવી રીતે કાપવી કે સફરજનનું પૂરણ સંપૂર્ણ ઢંકાય અને બાકી રહેલી કણિકને કાપીને કાઢી નાખવી.હવે ટીનની કીનારીઓ પર રહેલી કણિકને સૌ પ્રથમ તમારા અંગુઠા વડે અને પછી ફોર્ક (fork) વડે સરખી રીતે દબાવી લો.હવે ફોર્ક (fork) વડે પાયની ઉપરની બાજુ પર સરખા અંતરે થોડા કાંપા પાડી લો.પછી પાયની ઉપર બ્રશની મદદથી થોડું દૂધ લગાડીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો.સહેજ ઠંડું કરીને એપલ પાયને ટીનમાંથી કાઢી લો.તેના ૬ સરખા ટુકડા કરીને વેનીલા આઇસક્રીમ સાથે નવશેકું પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:આ પાય બનાવવા માટે સફરજન નરમ નહીં પણ સખત હોવા જોઇએ. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન