બેકડ મેથી મઠરી રેસીપી | હેલ્ધી ક્રિસ્પી મેથી મથરી | બેકડ મઠરી | હેલ્ધી સૂકો નાસ્તો | Baked Methi Mathri, Healthy Jar Snack તરલા દલાલ બેકડ મેથી મઠરી રેસીપી | હેલ્ધી ક્રિસ્પી મેથી મથરી | બેકડ મઠરી | હેલ્ધી સૂકો નાસ્તો | baked methi mathri recipe in gujarati | with 21 amazing images. જ્યારે તમે આ લો-કેલરી બેકડ મેથી મઠરી અજમાવશો, ત્યારે તેનો સ્વાદ તમારા તાળવા પર રહી જશે. મેથીના પાનની કડવાશ અને મરચાંના પાઉડરની તીખાશથી લઈને ધાણા પાવડરનો સ્વાદ તમારું ધ્યાન ખેંચશે. બીજું એ કે, આ હેલ્ધી સુકો નાસ્તો પરંપરાગત સંસ્કરણથી વિપરીત, ઘઉંના લોટથી બનાવવામાં આવ્યું છે અને તેને તળવાને બદલે બેક કરવામાં આવ્યું છે. બેકડ મેથી મઠરી માટેની ટિપ્સ. ૧. કણિક અર્ધ-સખત હોવો જોઈએ. ૨. રોલ્ડ મથરી બહુ જાડી કે બહુ પાતળી ન હોવી જોઈએ. ૩. રોલ્ડ મથરીને કાંટો વડે એકસરખી રીતે પ્રિક કરો. આ તેને ક્રિસ્પી બનાવવામાં મદદ કરે છે. ૪. ૧૫ મિનિટ બેક કર્યા પછી મથરી ફેરવવાનું ભૂલશો નહીં. આ એકસમાન પકવવાની ખાતરી કરશે. Post A comment 07 Apr 2023 This recipe has been viewed 2007 times बेक्ड मेथी मठरी रेसिपी | स्वस्थ कुरकुरी मेथी मठरी | बेक्ड मठरी | हेल्दी जार स्नैक - हिन्दी में पढ़ें - Baked Methi Mathri, Healthy Jar Snack In Hindi baked methi mathri recipe | healthy crispy methi mathri | baked mathari | healthy jar snack | - Read in English બેકડ મેથી મઠરી રેસીપી - Baked Methi Mathri, Healthy Jar Snack recipe in Gujarati Tags રાજસ્થાની સૂકા નાસ્તાબેક્ડ નાસ્તા રેસીપીદિવાળીની રેસિપિદિવાળીમાં બનતી નાસ્તાની રેસિપિબાળકો માટેનો પૌષ્ટિક આહારફીંગર ફૂડસ્ બાળકો માટેબાળકો માટે સૂકા નાસ્તા ની રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦°C(૩૬૦°F)   બેકિંગનો સમય: ૫૫ થી ૬૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૭૫1 કલાક 15 મિનિટ    ૧૮ મઠરી માટે મને બતાવો મઠરી ઘટકો બેકડ મેથી મઠરી માટે૧ કપ ઘઉંનો લોટ૧/૪ કપ ઝીણી સમારેલી મેથી૧/૪ ટીસ્પૂન હળદર૩/૪ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૩/૪ ટીસ્પૂન ધાણા પાવડર તેલ મીઠું , સ્વાદાનુસાર ઘઉંનો લોટ , વણવા માટે કાર્યવાહી બેકડ મેથી મઠરી માટેબેકડ મેથી મઠરી માટેબેકડ મેથી મઠરી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી સામગ્રીને ભેગું કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને અર્ધ-સખત કણિક બાંધો.કણિકને ૧૮ સમાન ભાગોમાં વિભાજીત કરો.કણિકના એક ભાગને ઘઉંના લોટનો ઉપયોગ કરી લગભગ ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.ડિઝાઇન બનાવવા માટે વણેલી મઠરીની કિનારીઓને ચપટી કરો.કાંટાની મદદથી નિયમિત અંતરાલે મઠરીને પ્રિક કરો.રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૮ મઠરી તૈયાર કરી લો.9 મઠરીઓને પહેલાથી ગરમ કરેલા ઓવનમાં 180°c (360°f) પર ૧૫ મિનિટ માટે બેક કરો, તેને ફેરવો અને ફરીથી ૧૦ મિનિટ માટે બેક કરો.રીત ક્રમાંક ૩ થી ૭ મુજબ વધુ ૯ મઠરી તૈયાર કરી લો અને હજી એક બેચને બેક કરો.બેકડ મેથી મઠરીને ઠંડુ કરીને પીરસો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન