જીરા રાઈસ રેસીપી | જીરા નો પુલાવ | ક્વિક જીરા રાઈસ | જીરા રાઈસ બનાવવાની રીત | Jeera Rice, Quick Jeera Rice Recipe

જીરા રાઈસ રેસીપી | જીરા નો પુલાવ | ક્વિક જીરા રાઈસ | જીરા રાઈસ બનાવવાની રીત | jeera rice in gujarati | with 20 amazing images.

જીરા રાઈસ અને જીરા નો પુલાવ એ ચોખાની એક સરળ રેસીપી છે જે જીરા સાથે સુગંધિત છે, જે ક્વિક અને સરળ છે.

આ બહુમુખી જીરા રાઈસને કોઈ પણ દાળ/કાઢી અથવા શાક/કરી સાથે ખાઈ શકાય છે. સાદું દહીં અને અથાણાં સાથે અથવા ટોચ પર થોડું ઘી નાખી જીરા રાઈસ નો આનંદ લઈ શકીયે છે અને તે મારી વ્યક્તિગત પસંદગી છે. ક્વિક જીરા રાઈસ પણ ભારતીય રેસ્ટોરાંમાં સૌથી વધુ વેચાતી વાનગીઓમાંની એક છે. તેણે ઢાબાથી લઈ ૫ સ્ટાર હોટેલના મેનુમાં પણ પોતાની જગ્યા બનાવી છે.

જીરા રાઈસ માટે ટિપ્સ : ૧. તમારા હાથથી કાંદામાંથી વધારાનું પાણી કાઢો. જો કાંદામાં વધારે ભેજ હોય તો કાંદા તળવા પર ક્રિસ્પી નહીં થાય. ૨. જીરા રાઈસની રેસીપી માટે, ચોખાને સારી રીતે સાફ કરો અને ધોઈ લો. અનાજમાંથી સ્ટાર્ચ દૂર કરવા માટે ઓછામાં ઓછા ૩ વખત ચોખા ધોવા શ્રેષ્ઠ છે જે તેમને રસોઈમાં એકબીજાને ચીટકવાથી અટકાવશે. બાસમતી ચોખાનો ઉપયોગ સંપૂર્ણ જીરા રાઈસ મેળવવા માટે શ્રેષ્ઠ કામ કરે છે. ૩. ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરો. ચોખામાં પાણીનો ઉપયોગ તમે લીધેલા લાંબા દાણાવાળા ચોખાની ગુણવત્તા પર આધાર રાખે છે.

Jeera Rice, Quick Jeera Rice Recipe In Gujarati

This recipe has been viewed 4472 times



જીરા રાઈસ રેસીપી - Jeera Rice, Quick Jeera Rice Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

જીરા રાઈસ માટે
તેલ , તળવા માટે
૧/૪ કપ સ્લાઇસ કરેલા કાંદા
૨ ટેબલસ્પૂન ઘી
૨ ટેબલસ્પૂન જીરું
૧ ૧/૪ કપ બાસમતી ચોખા
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
જીરા રાઈસ બનાવવા માટે

    જીરા રાઈસ બનાવવા માટે
  1. જીરા રાઈસ બનાવવા માટે, કઢાઈમાં તેલ ગરમ કરો અને સ્લાઇસ કરેલા કાંદાને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી ટીશ્યુ પેપર પર કાઢી લો અને સજાવવા માટે અલગ રાખો.
  2. ચોખાને સાફ કરો, ધોઈ લો અને ૧૦ મિનિટ માટે પલાળી રાખો. પાણી નીતારી લો અને એક બાજુ રાખો.
  3. ૨ ૧/૨ કપ પાણી ઉકળવા મૂકો.
  4. એક પહોળી કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે ચોખા ઉમેરીને ૫ મિનિટ સુધી સાંતળી લો.
  6. ગરમ પાણી ઉમેરો અને ૫ મિનિટ માટે ઉકળવા દો.
  7. મીઠું ઉમેરી ઢાંકણથી ઢાંકી દો અને ચોખા થાય ત્યાં સુધી રાંધી લો.
  8. ચોખાના દરેક દાણાને કાંટા ચમ્મચની મદદથી થોડા અલગ કરો.
  9. જીરા રાઈસને તળેલા કાંદા સાથે સજાવીને ગરમા -ગરમ પીરસો.

Reviews