બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી | Besan and Green Pea Chilla ( Microwave Recipe )

પૅન વગર પૅનકેક બનાવી શકાય? માઇક્રોવેવમાં ચીલા બનાવી શકાય? અમને એવો એક વિચાર આવ્યો અને અમે જ્યારે આ ચીલા બનાવ્યા, ત્યારે સરસ મજાના અને સ્વાદિષ્ટ ચીલા જરા પણ માથાઝીંક વગર તૈયાર થયા અને તમે પણ આવા ચીલા ઝટપટ તેલના ધુમાડા વગર તમારા મહેમાનોની સામે તૈયાર કરી શકો.

જો કે અહીં યાદ રાખવાનું જરૂરી છે કે જ્યારે તમે બેસન અને લીલા વટાણાના ચીલા બનાવવાની તૈયાર કરો ત્યારે જ તેમાં ખાવાની સોડા મેળવીને ધીમેથી મિક્સ કરશો, નહીં તો બેસન અને લીલા વટાણાના ચીલા સરસ અને નરમ નહીં બને. દરેક બેસન અને લીલા વટાણાના ચીલા બનાવતી વખતે માઇક્રોવેવ પ્રુફ ડીશ પર તેલ ચોપડવાનું ભુલતા નહીં.

Besan and Green Pea Chilla ( Microwave Recipe ) In Gujarati

This recipe has been viewed 4950 times



બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી - Besan and Green Pea Chilla ( Microwave Recipe ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૨ ચીલા માટે
મને બતાવો ચીલા

ઘટકો

બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી બનાવવા માટે
૧ કપ ચણાનો લોટ
૧/૪ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ કપ અર્ધકચરા કરેલા લીલા વટાણા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટેબલસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૩/૪ ટીસ્પૂન ખાવાની સોડા
તેલ , ચોપડવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી બનાવવા માટે

    બેસન અને લીલા વટાણાના ચીલા ની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં ૧/૨ કપ પાણી સાથે બધી વસ્તુઓ મેળવીને મિક્સ કરી લો.
  2. હવે એક ૨૫૦ મી. મી. (૧૦”)ના વ્યાસની ગોળાકારવાળી માઇક્રોવેવ પ્રુફ ડીશમાં થોડું તેલ ચોપડી ઉપર ૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂં રેડીને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં પાથરી લો. એક ડીશમાં એક સાથે તમે ૩ ચીલા તૈયાર કરી શકશો. બે ચીલા વચ્ચે થોડી જગ્યા રહે તેનો ખ્યાલ રાખવો.
  3. આ ડીશને માઇક્રોવેવમાં ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
  4. રીત ક્રમાંક ૨ અને ૩ મુજબ વધુ ૩ ડીશ તૈયાર કરી ૯ બેસન અને લીલા વટાણાના ચીલા તૈયાર કરો.
  5. લીલી ચટણી સાથે બેસન અને લીલા વટાણાના ચીલા તરત જ પીરસો.

Reviews