You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી સ્વાદીષ્ટ નાસ્તા > ઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી ઓટ્સ મગની દાળની ટીક્કી રેસીપી | ઓટ્સ સાથે મગની દાળની ટિક્કી | હેલ્ધી ઓટ્સ ટિક્કી | Oats Moong Dal Tikki તરલા દલાલ ઓટ્સ મગની દાળની ટીક્કી રેસીપી | ઓટ્સ સાથે મગની દાળની ટિક્કી | હેલ્ધી ઓટ્સ ટિક્કી | oats moong dal tikki in Gujarati | with amazing 23 images.ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્રોટીનયુક્ત નાસ્તાની વાનગી તૈયાર કરવામાં આવી છે, જે ખાવાના શોખીનો અને તબિયતની કાળજી લેનારા એમ બન્નેને સંતુષ્ટ કરે એવી તૈયાર થાય છે. આ ઓટ્સ મગની દાળની ટીક્કીનો આકાર સહેજ પાતળો બનાવીને તેને ધીમા તાપ પર રાંધશો, તો તે અંદરથી પણ સારી રીતે રંધાશે. આ હેલ્ધી ઓટ્સ ટિક્કી જો બર્ગરમાં ભરશો તો તમને આહલાદ કરાવે એવા જમણનો આનંદ મળશે. Post A comment 13 Dec 2022 This recipe has been viewed 9411 times ओट्स मूंग दाल टिक्की रेसिपी | ओट्स के साथ मूंग दाल की टिक्की | हेल्दी ओट्स मूंग दाल टिक्की | - हिन्दी में पढ़ें - Oats Moong Dal Tikki In Hindi oats moong dal tikki recipe | moong dal tikki with oats | healthy oats moong dal tikki | - Read in English Oats Moong Dal Tikki Video ઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી - Oats Moong Dal Tikki recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સ્વાદીષ્ટ નાસ્તાફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼રટિક્કી વાનગીઓ, ટિક્કી વાનગીઓ સંગ્રહતવા રેસિપિસબાળકો માટેનો પૌષ્ટિક આહારબાળકો માટે નાસ્તાની રેસિપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૧૨ ટીક્કી માટે મને બતાવો ટીક્કી ઘટકો ૧/૨ કપ પીળી મગની દાળ૧/૨ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઑટસ્૨ ટેબલસ્પૂન તાજું દહીં૩ ટેબલસ્પૂન ખમણેલા કાંદા૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ટીસ્પૂન ચાટ મસાલો૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો૧/૪ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે તથા રાંધવા માટેપીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી કાર્યવાહી Methodમગની દાળને સાફ કરી, ધોઇને એક ઊંડા પૅનમાં ૧ કપ પાણી સાથે દાળ બરોબર રંધાઇને નરમ થઇ જાય અને સંપૂર્ણ પાણીનું બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી રાંધી લો.હવે દાળને ગરણી વડે ગાળી મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને એક બાઉલમાં મૂકી, તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગની ૬૩ મી. મી. (૨ ૧/૨”)ની પાતળી ગોળકાર ટીક્કી તૈયાર કરી લો.હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન તેલ ચોપડી લો.તે પછી દરેક ટીક્કીને ૧/૮ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન