ચિલા, પેનકેક, પુડલા સવારના નાસ્તા | નાસ્તા માટે ચિલ્લા રેસિપિ, પેનકેક રેસિપિ | chillas, pancakes, pudla for breakfast in Gujarati |
ચિલા, પૅનકેક, પુડલા સવારના નાસ્તા | નાસ્તા માટે ચિલ્લા રેસિપિ, પેનકેક રેસિપિ | chillas, pancakes, pudla for breakfast in Gujarati |
ચિલ્લા માટે સરળ બેટર | Easy batters for chillas |
ચિલ્લાના વિવિધ પ્રકારો છે. કેટલાક સરળ અને ઝડપી બેટર સાથે બનાવવામાં આવે છે, જેમાં તમારે ફક્ત લોટ અને સીઝનીંગને મિશ્રિત કરવાની જરૂર છે.
Chillas with Veggies and Stuffing | શાકભાજી અને સ્ટફિંગ સાથે ચિલ્લા |
તમે ચિલ્લાના બેટરમાં છીણેલી શાકભાજી ઉમેરી શકો છો અથવા તેને સર્જનાત્મક સ્ટફિંગ સાથે વધારી શકો છો.
1. રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા | ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રીમાં થોડા ફેરફાર કરવાથી અથવા અલગ જાતના શાક ઉમેરવાથી, તદ્દન અલગ અને અનેરી વાનગી બને છે. અહીં, પારંપરિક ચીલામાં છાસ અને કોબી ઉમેરી, તેને અલગ સ્વાદ આપવામાં આવ્યો છે. આ વાનગીમાં રવો અને અડદની દાળ, ચોખાને કારણે રહેલી ભીનાશ ઓછી કરી, ચીલાને કરકરો બનાવે છે.
રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા | Rice and Vegetable Chilla, Vegetable Rice Cheela
2. નાચની પનીરના પેનકેક | કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે.
નાચની પનીરના પૅનકેક | Nachni Paneer Pancake, Ragi Paneer Pancake