ગાજર અને ખજૂર નું સલાડ | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | Carrot and Date Salad

ગાજર અને ખજૂર નું સલાડ | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | carrot and date salad in gujarati |

ગાજરના કચુંબરનો દેખાવ સુધારવા માટે તેને સલાડના પાન માં પીરસવામાં આવે છે, સાથે સલાડના પાન તેને એક સરસ સ્વાદ પણ આપે છે.

ખજૂર અને શેકેલા બદામની સજાવટ એક માસ્ટરસ્ટ્રોક છે, જે આ કચુંબરની રચના અને સ્વાદની શ્રેણીને વધારે છે.

Carrot and Date Salad recipe In Gujarati

This recipe has been viewed 778 times

Carrot and Date Salad - Read in English 


ગાજર અને ખજૂર નું સલાડ | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર - Carrot and Date Salad recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ से ૮ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે
૨ કપ ખમણેલું ગાજર
સલાડના પાન
૧/૩ કપ સમારેલી ખજૂર
૨ ટેબલસ્પૂન સમારીને શેકેલી બદામ

ડ્રેસિંગ માટે
મધ અને લીંબુનું ડ્રેસિંગ
કાર્યવાહી
ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે

    ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે
  1. ગાજરને બરફના-ઠંડા પાણીમાં ૧૦ મિનિટ માટે મૂકો. સારી રીતે ગાળી લો.
  2. સલાડના પાનને ૧૦ મિનિટ માટે બરફના-ઠંડા પાણીમાં મૂકો. સારી રીતે ગાળી લો.
  3. સલાડના પાનને ટુકડાઓમાં તોડી નાંખો અને સર્વિંગ બાઉલનો આકાર આપી તૈયાર કરો.
  4. વચ્ચે ખમણેલું ગાજર ફેલાવો.
  5. સમારેલી ખજૂર અને સમારીને શેકેલી બદામને ગાજર ઉપર છંટકાવ કરો.
  6. રેફ્રિજરેટરમાં મૂકો.
  7. અલગ બાઉલમાં ડ્રેસિંગ રેડી ઠંડુ પીરસો.

Reviews