ડબલ બીન્સ્ કરી | Double Beans Curry

રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.

Double Beans Curry recipe In Gujarati

This recipe has been viewed 3248 times

डबल बीन्स् करी - हिन्दी में पढ़ें - Double Beans Curry In Hindi 
Double Beans Curry - Read in English 


ડબલ બીન્સ્ કરી - Double Beans Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ રંગુનના વાલ
૨ કપ સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન ઘી
મીઠું , સ્વાદાનુસાર

પેસ્ટ માટે
મધ્યમ કદનાં કાંદા
૫ to ૬ ૫ થી ૬ લસણની કળી
કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન જીરૂ
૨ ટીસ્પૂન ખસખસ
૪ to ૫ કાળા મરી
૪ to ૫ લવિંગ
૨૫ મિલીમીટર (૧”) તજનો ટુકડો
કાર્યવાહી
પેસ્ટ માટે

  પેસ્ટ માટે
 1. કાંદાને છોલ્યા વગર ખુલ્લા તાપ પર કાળા થાય ત્યાં સુધી શેકી લો.
 2. તે સહેજ ઠંડા પડે ત્યારે કાંદાની છાલ કાઢી લો.
 3. આ કાંદાને બાકીની વસ્તુઓ સાથે મેળવીને તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

આગળની રીત

  આગળની રીત
 1. પલાળેલા રંગુનના વાલને નીતારી, તેમાં ૧ ૧/૨ કપ પાણી અને મીઠું મેળવી પ્રેશર કુકરમાં ૩ સીટી સૂધી બાફી લો.
 2. કુકરનું ઢાકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો. તેને બાજુ પર રાખો.
 3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ટમેટા અને ૧/૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા ટમેટા બરોબર બફાઇ ને નરમ થાય ત્યાં સુધી બાફીને ઠંડા થવા બાજુ પર રાખો.
 4. તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પલ્પ તૈયાર કરી ગળણીથી ગાળીને બાજુ પર રાખો.
 5. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
 6. છેલ્લે તેમાં બાફેલા રંગુનના વાલ, ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી મધ્યમ તાપ પર વચ્ચે થોડા થોડા સમયે હલાવતા રહી, ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.
 7. ગરમ ગરમ પીરસો.

Reviews