આ રાજસ્થાની કાલમી વડા શીયાળાની ઠંડીમાં ચહા સાથે એક આદર્શ જોડી બનાવે છે, તે ઉપરાંત તે બનાવવામાં પણ બહુ સહેલા છે.
ચણાની દાળનું અર્ધકચરું પીસેલું ખીરૂં અને તેમાં ઉમેરેલા લીલા મરચાં, કાંદા, ધાણા વગેરે સાથે બનતા આ કરકરા અને સ્વાદભર્યા વડા એવા મજેદાર બને છે કે એક વડા વડે તમને સંતોષ જ નહીં થાય. આ વડા બનાવવા માટે અહીં ખાસ યાદ રાખવાનું છે કે ચણાની દાળ બહુ બારીક નહીં પણ કરકરી પીસવી.
કાલમી વડા - Kalmi Vada, Rajashtani Kalmi Vada recipe in Gujarati
Method- ૧/૪ કપ પાણી સાથે ચણાની દાળને મિક્સરમાં ફેરવી કરકરું મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”) વ્યાસના ગોળકાર બનાવીને તેને દબાવીને વડા તૈયાર કરો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, એક સાથે થોડા-થોડા વડાને મધ્યમ તાપ પર તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- તરત જ લીલી ચટણી સાથે પીરસો.