કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી | Quinoa Avocado Veg Healthy Office Salad

એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને લસણના ડ્રેસિંગ વડે અતિ મજેદાર બને છે. આ કિનોઆ આવાકાડો સલાડ પૌષ્ટિકતાથી છલોછલ છે તો તમને આનાથી વધુ શું જોઇએ?

કીનોઆમાં ભરપુર ફાઇબર અને પ્રોટીન હોય છે અને તે એક આરોગ્યદાયક અનાજ છે, જે તમારા શરીરમાં સાકરના પ્રમાણમાં થતા વધારાને જકડી રાખે છે. આવાકાડોમાં સારી ચરબી ધરાવતા ગુણ છે અને બીજી વસ્તુઓમાં એન્ટીઓક્સિડંટ(antioxidant) હોવાથી તે શરીરમાં થતા રોગોને અટકાવે છે. આ ડ્રેસિંગ એક અલગ બોક્સમાં રાખવું અને પીરસવાના થોડા સમય પહેલા તેને સલાડમાં મેળવવું.

Quinoa Avocado Veg Healthy Office Salad recipe In Gujarati

This recipe has been viewed 5181 times



કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી - Quinoa Avocado Veg Healthy Office Salad recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી બનાવવા માટે
૧/૪ કપ રાંધેલા કિનોઆ
૧/૨ કપ તૈયાર આવાકાડોના ટુકડા
૧/૨ કપ સમારેલી ઝૂકિની
૧/૨ કપ રંગીન સિમલા મરચાં
૧/૪ કપ મશરૂમના ટુકડા
૧/૪ કપ ચેરી ટમેટા (અડધા કાપેલા)
૧ કપ આઇસબર્ગ સલાડના પાન (ટુકડા કરેલા)
૧ કપ અલ્ફા-અલ્ફા સ્પ્રાઉટ
૧ ટીસ્પૂન જેતૂનનું તેલ
આખું મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે
૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૪ ટીસ્પૂન ખમણેલું લસણ
આખું મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી બનાવવા માટે, એક ગ્રીલર પૅન અથવા પહોળા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં રંગીન સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં મશરૂમ અને થોડું આખું મીઠું મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તેને ઠંડું પાડી બાકી રહેલી સામગ્રી સાથે લંચ બોક્સમાં ભરી બીજા એક બોક્સમાં ડ્રેસિંગ સાથે ઓફિસે લઇ જાવ.
  5. જમવાના સમયે બન્ને વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી તરત જ તેનો સ્વાદ માણો.

Reviews