બરીતોસ | Burritos, Veg Burrito

બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુષ્ટ કરાવે એવું છે અને તેથી તેને એક સંપૂર્ણ જમણ પણ કહી શકાય. અહીં અમે તમને ગ્વાકામોલ થી સાલસા બનાવવાની રીત બતાડી છે. દેખાવમાં એવું લાગશે કે ખૂબ બધી તૈયારી કરવાની છે, પણ હકીકતમાં આ વાનગીમાં કંઈ રાંધવાનું નથી. અહીં તમને ફ્કત બધી વસ્તુઓ પ્રમાણસર લઇને ભેગી કરવાની છે. એક વખત બધી વસ્તુઓ ભેગી કરી લીધી પછી તો બસ બરીતોસ તૈયાર જ છે એમ સમજવું.

Burritos, Veg Burrito recipe In Gujarati

બરીતોસ - Burritos, Veg Burrito recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
ફ્લાર ટૉટીલા
મેક્સિકન ફ્રાઇડ રાઇસ
૧/૨ રેસિપી રીફ્રાઇડ બીન્સ્

મીક્સ કરીને ગ્વાકામોલ તૈયાર કરવા માટે
ઍવોકાડો , બી કાઢીને સ્કુપ કરીને સમારેલા
૧/૪ કપ બી કાઢીને ઝીણા સમારેલા ટમેટા
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને બીન રાંધેલું સાલસા બનાવવા માટે
૧ કપ બી કાઢીને ઝીણા સમારેલા ટમેટા
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
૧ ટીસ્પૂન ચીલી ફ્લૅક્સ
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને સાર ક્રીમ બનાવવા માટે
૧ કપ ચક્કો દહીં
૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
૧/૨ કપ સમારેલા લીલા કાંદા (સફેદ અને લીલો ભાગ બન્ને)
૧/૨ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
કાર્યવાહી
    Method
  1. એક સાફ અને સૂકી જગ્યા પર ટૉટીલા રાખી, તેની એક બાજુ પર ૩/૪ કપ મેક્સિકન રાઇસ, ૧/૪ કપ ફ્રાઇડ બીન્સ્, ૧ ટેબલસ્પૂન ગ્વાકમોલ, ૧ ટેબલસ્પૂન બીન રાંધેલું સાલસા, ૨ ટેબલસ્પૂન સાર ક્રીમ અને ૧ ટેબલસ્પૂન લીલા કાંદા મૂકી તેની ઉપર ૧ ટેબલસ્પૂન ચીઝ સરખી રીતે છાંટી લો.
  2. હવે પૂરણની ઉપર રોટીની બન્ને બાજુઓ થોડી વાળી લો.
  3. તે પછી રોટીને એક ખુલ્લી બાજુએથી વાળવા માંડો અને તેને વાળેલી બે બાજુઓની ઉપરથી લઇ જઇને મજબૂત બંધ કરી લો.
  4. રીત ક્રમાંક ૧ થી ૩ પ્રમાણે બીજા ૫ બરીતોસ તૈયાર કરી લો.
  5. તરત જ પીરસો.

Reviews