ચીલી પનીર ની રેસીપી | હોટલ જેવું ચીલી પનીર | ચીલી પનીર ફ્રાય | Chilli Paneer Or How To Make Chilli Paneer Recipe

ચીલી પનીર ની રેસીપી | હોટલ જેવું ચીલી પનીર | ચીલી પનીર ફ્રાય | chilli paneer in Gujarati | with 25 amazing images.

ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્સ કરીને તૈયાર કરેલું ચીલી પનીર એક એવી ઉત્તમ વાનગી છે, જે સ્ટાર્ટર તરીકે અથવા બીજી વાનગી જોડે મુખ્ય જમણમાં પીરસી શકાય. આ ચીલી પનીરને તેનો સ્વાદ તેમાં મેળવેલા વિનેગર, ચીલી સૉસ અને સોયા સૉસ વડે મળે છે. ખાત્રી કરી લેવી કે આ વાનગીમાં વપરાતું પનીર નરમ અને તાજું હોય, જેથી તળ્યા પછી પણ તે નરમ રહે અને ચવળ ન બની જાય.

ચીલી પનીર માટેની ટિપ્સ. ૧. બધી બાજુઓથી પનીર લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ઊંચા તાપ પર તળી લો. તેને હેલ્ધી બનાવવા માટે, તમે પનીરને ડીપ-ફ્રાઈંગને બદલે શેલો-ફ્રાય કરી શકો છો. લાંબા સમય સુધી મધ્યમ અથવા ઓછા તાપ પર પનીર ઓવર-ફ્રાઈંગ કરવાનું ટાળો, નહીં તો તે રબડ જેવું બની જશે. ૨. ટિશૂ પેપર પર પનીરને કાઢીને બાજુ પર રાખો. જો પનીરના ટુકડાઓ એકબીજા સાથે ચીટકેલા હોય, તો તમે તેને આ તબક્કે અલગ કરી શકો છો.

Chilli Paneer Or How To Make Chilli Paneer Recipe In Gujarati

This recipe has been viewed 8832 times

होटल जैसा चिली पनीर रेसिपी | चिल्ली पनीर | चिली फ्राई फ्राई | - हिन्दी में पढ़ें - Chilli Paneer Or How To Make Chilli Paneer Recipe In Hindi 


ચીલી પનીર ની રેસીપી - Chilli Paneer Or How To Make Chilli Paneer Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે

ઘટકો

ચીલી પનીર ની રેસીપી બનાવવા માટે
૨ કપ તાજા પનીરના ચોરસ ટુકડા
૨ ટેબલસ્પૂન મેંદો
૪ ટેબલસ્પૂન કોર્નફ્લોર
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે
૨ ટેબલસ્પૂન તેલ , રાંધવા માટે
૨ લીલા મરચાં , લાંબી ચીરી પાડેલા
૧ ટેબલસ્પૂન ખમણેલું આદૂ
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલો લીલા કાંદાનો સફેદ ભાગ
૧ ટીસ્પૂન સોયા સૉસ
૧ ટેબલસ્પૂન ચીલી સૉસ
થોડા ટીપા વિનેગર

સજાવવા માટે
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
કાર્યવાહી
ચીલી પનીર ની રેસીપી બનાવવા માટે

    ચીલી પનીર ની રેસીપી બનાવવા માટે
  1. એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું અને લગભગ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. પછી તેમાં પનીરના ટુકડા મેળવી હલકા હાથે પનીર પર મિશ્રણનું પડ તૈયાર થઇ જાય ત્યાં સુધી મિક્સ કરી લો.
  3. હવે એક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના થોડા-થોડા ટુકડા મેળવી, તે દરેક બાજુએથી હલકા બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી બાજુ પર રાખો.
  4. બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  5. પછી તેમાં આદૂ અને લસણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  7. પછી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  8. પછી તેમા ફ્રાય કરેલા પનીરના ટુકડા, સોયા સૉસ, ચીલી સૉસ અને વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  9. લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews