દહીં ભીંડી – કેરળ સ્ટાઇલની | Dahi Bhindi ( Kerala Style )

આ કેરળ પદ્ધતિની ભીંડીની ભાજીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેરી લીધેલું દહીં, આ દહીં ભીંડીની ભાજીનો મુખ્ય આધાર છે જે તેને થોડી ખટ્ટાશ આપીને મજેદાર બનાવે છે.

આ ભાજી પૂરી સાથે પીરસવામાં આવે ત્યારે મજાનો મેળ બને છે.

Dahi Bhindi (  Kerala Style ) recipe In Gujarati

દહીં ભીંડી – કેરળ સ્ટાઇલની - Dahi Bhindi ( Kerala Style ) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૪ કપ ભીંડા , અડધીયામાં કાપેલા
તેલ , તળવા માટે
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન રાઇ
૧ ટેબલસ્પૂન અડદની દાળ
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૫ to ૬ કડી પત્તા
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન હળદર
૧ કપ દહીં , ૧/૨ કપ પાણી સાથે મેળવેલું
મીઠું , સ્વાદાનુસાર

પીસીને નાળિયેર-કાજૂની સુંવાળી પેસ્ટ બનાવવા માટે
૩/૪ કપ ખમણેલું નાળિયેર
૨ ટેબલસ્પૂન કાજૂ
કાર્યવાહી
    Method
  1. તળવા માટે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ભીંડા મેળવીને, ભીંડા કરકરા થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા કરી બાજુ પર રાખો.
  2. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, રાઇ અને અડદની દાળ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લાલ મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  5. પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, હળદર, નાળિયેર-કાજૂની પેસ્ટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી અથવા તેમાંથી તેલ છુંટું પડે ત્યાં સુધી રાંધી લો.
  6. તે પછી તેમાં દહીં-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર એકાદેક મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. છેલ્લે તેમાં તળેલા ભીંડા મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ગરમ ગરમ પીરસો.

Reviews