બટાટાની રોટી - Potato Rotis

Potato Rotis recipe In Gujarati

This recipe has been viewed 3336 times

Potato Rotis - Read in English 


આ બટાટાની રોટીમાં બાફીને ખમણેલા બટાટાનો ઉમેરો રોટીને એટલી નરમ બનાવે છે તેને મોઢામાં મૂક્તાની સાથેજ તે પીગળી જાય તેવો અહેસાસ આપે છે, તે સાથે તમારા રસોડામાં રહેલા જુના બટાટાનો વપરાશ આ રોટીમાં ઉપયોગી ગણાશે કારણકે જુના બટાટા વડે તે વધુ મજેદાર બને છે.

બટાટાની રોટી - Potato Rotis recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧ કપ બાફી , છોલીને ખમણેલા બટાટા
૧/૨ કપ મેંદો
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર
મેંદો , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
અથાણાં
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી, તેમાં પાણી મેળવ્યા વગર સુંવાળી નરમ કણિક તૈયાર કરી ૧૫ થી ૨૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
  2. તે પછી તે કણિકના ૬ સરખાં ભાગ પાડો.
  3. દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા મેંદાના લોટની મદદ વડે વણી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ખાસ યાદ રાખો કે અહીં જુના બટાટાનો જ ઉપયોગ કરવો.

Reviews