ભારતીય મીઠાઇઓમાં દૂધીનો હલવો દરેક સમયે બધાની માનીતી મીઠાઇ રહી છે, ભલે તે રેફ્રીજરેટરમાં રાખેલું ઠંડું, કે પછી ગરમ અથવા હુંફાળું હોય, સાદું કે પછી આઇસક્રીમ વડે સજાવેલું હોય, પણ દૂધી હલવાની લલચાવે તેવી સુગંધ અને શાહી રચના સૌને મોહિત કરી દે એવી છે.
અહીં, અમે દૂધીનો હલવો વધુ મહેનત વગર પ્રેશર કુકરમાં બનાવવાની રીત જણાવી છે, જેથી તમને તેને સતત હલાવતા રહી વધુ સમય સુધી રાંધવાની જરૂર નથી પડતી. ફક્ત દૂધી તથા માવાને પ્રેશર કુકરમાં સાંતળી લીધા પછી થોડી મિનિટ રાંધવાથી જ તમારી પસંદગીનો હલવો પિસ્તા બદામથી સજાવીને તૈયાર થઇ જશે.
બીજી વિવિધ મીઠાઇ પણ અજમાવો જેમ સક્કરકંદનો હલવો અને સફરજનની રબડી .